Connect with us

Bhavnagar

ભાવનગરના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની ચોથા વર્ષે અનોખી શિવભકિત

Published

on

A unique Shiva Bhakti of the Executive Engineer of Bhavnagar Irrigation Department in the fourth year

પવાર

108 ગુલાબી કમળ પુષ્પોની માળા બનાવી 108 શિવ ચાલીશા પાઠ સાથે અર્પણ કર્યા

ભાવનગરમાં સિંચાઈ વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશ જોશી એક કુશળ સરિતા માપક અધિકારી હોવાં સાથે અનોખાં અને આગવા શિવભક્ત પણ છે.જેની છેલ્લા ચાર વર્ષ થી શ્રાવણ માસ માં જોવા મળે છે સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે શિવ ભક્તિ કરતાં હોય છે.પણ જીગ્નેશ જોશીએ આ વર્ષે ભગવાન શિવનો મહિમા કરતાં જવલ્લે જ જોવાં મળતાં અને દુર્લભ એવાં 108 ગુલાબી કમળપુષ્પોની માળા બનાવીને ભગવાન શિવને અર્પણ કરી હતીA unique Shiva Bhakti of the Executive Engineer of Bhavnagar Irrigation Department in the fourth year

.જોશીએ પોતે જ ભાવનગરના જુદા- જુદા તળાવો ફંફોસીને મહા મહેનતે 108 કમળપુષ્પો શોધ્યાં હતાં અને આ પુષ્પોની માળા બનાવીને ભગવાન મહાકાલ ના શૃંગાર વાળા શિવને પવિત્ર સોમવારે 108 અઘરી ગણાતી શિવ ચાલીસાના પાઠ કરી અર્પણ કરી હતી. આ ઉપરાંત જોશી દ્વારા શ્રાવણ માસના છેલ્લા ત્રણ વર્ષ ગત વર્ષે 2008 ગુલાબ પુષ્પોની માળા તેના પહેલા વર્ષે 30 અલગ અલગ દ્રુવ્યો કપિલા ગાયનું દૂધ,ચંદનવાળું જળ, અષ્ટગંધવાળું જળ, ગાયનું ઘી, મધ, સાકરવાળું જળ, રક્તચંદનવાળું જળ ધરો-દૂર્વાવાળું જળ, દાભળો દર્ભવાળું જળ, સરસવનું તેલ, સુગંધી તેલ, શેરડીનો રસ, ત્રોફાનું જળ, દળેલી હળદર, આમળાનો રસ, દ્રાક્ષનો રસ, દાડમનો રસ, શમીપત્ર વગેરેથી શિવ ની અલગ અલગ મંદિરો પૂજા એની પહેલા વર્ષે 108 ધતુરાના ફળોની માળા બનાવી પૂજા કરી હતી. આ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન 30 અલગ અલગ પુષ્પો જાતે ગોતી જા તે માળા બનાવીને 30 અલગ અલગ શિવ મંદિરો ભગવાન શિવને સમર્પિત કરવાનો તેમનો સંકલ્પ છે. આ સમગ્ર કાર્યમાં તેમની માતૃશ્રી ગાયત્રી બહેનની પ્રેરણા અને પરિવારમાં પત્ની ડો . દીપલ (મેડિકલ ઓફિસર) નો સપોર્ટ ખૂબ મળી રહે છે

Continue Reading
Advertisement
error: Content is protected !!