Sihor
સિહોર સાથે જિલ્લાની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠયા

પવાર
સ્ફુલ ચલે હમ
6 વર્ષથી નીચેના નાના ભુલકાઓ માટે બાલવાટીકા શરૂ : તા. 12 થી 14 શાળા પ્રવેશોત્સવ: પ્રથમ શૈક્ષણિક સત્રમાં 125 દિવસનો અભ્યાસ : તા.9 નવેમ્બરથી દિપાવલી વેકેશન
સિહોર સહિત જિલ્લાભરની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતા જ શૈક્ષણિક સંસ્થાઓ ફરી ધમધમી ઉઠી છે. શાળાઓના સંકુલો ભુલકાઓના કલરવથી ગુંજી ઉઠયા છે. વિદ્યાર્થીઓ નવી આશા-ઉમંગ સાથે ફરી શૈક્ષણિક કાર્યમાં જોડાય ગયા છે.
35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા સ્કુલ બસો-રીક્ષાઓની ઘરેરાટી ફરી શરૂ થવા પામી છે. નાના ભુલકાઓના વાલીઓ પણ ભુલકાઓને શાળાઓ પર તેડવા-મુકવાની જવાબદારીમાં ગુંથાય ગયા છે. વેકેશનના અંતિમ દિવસોમાં બજારમાં સ્ટેશનરી, સ્કુલ ડ્રેસ, પાઠય પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતથી બાલવાટીકાનો પણ પ્રારંભ થવા પામેલ છે.
આ વર્ષે પ્રથમવાર 6 વર્ષ પૂરા કરનાર બાળકોને ધો.1માં અને પાંચ વર્ષથી મોટા બાળકો બાલવાટીકામાં અભ્યાસ કરશે. ગઇકાલે રવિવારના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજે સોમવારથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયેલ છે. શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભને લઇને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો