Connect with us

Sihor

દુઃખની ઘડીમાં દેશ PM મોદી સાથે: માતાના અવસાન પર અનેક નેતાઓએ હીરાબાને આપી શ્રધ્‍ધાંજલિ

Published

on

Nation in grief with PM Modi: Many leaders pay tribute to Heeraba on death of mother

કુવાડિયા

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્‍ડ રિસર્ચ સેન્‍ટરમાં હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્‍વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. દેશ-વિદેશના નેતાઓએ ટ્‍વિટર દ્વારા તેમને શ્રદ્ધાજંલિ આપી હતી. રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુએ વડાપ્રધાન મોદીનાં માતાને ટ્‍વીટ કરીને શ્રધ્‍ધાંજલિ આપી હતી. તેમણે ટ્‍વીટ કરતાં લખ્‍યું હતું કે  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે.  મોદીજીએ ‘માતળદેવોભવ’ની ભાવના કેળવી અને હીરાબાનાં મૂલ્‍યોને પોતાના જીવનમાં ઘડ્‍યાં. પવિત્ર આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્‍યે મારી સંવેદના! કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ હીરાબાને શ્રદ્ધાજંલિ આપતાં લખ્‍યું હતું કે મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્‍યે મારી દિલથી સંવેદના.આ દુઃખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના પરિવાર સાથે છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ વડાપ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાજંલિ આપી હતી.

Nation in grief with PM Modi: Many leaders pay tribute to Heeraba on death of mother

ભાજપના અધ્‍યક્ષ જેપી નડ્ડાએ લખ્‍યું હતું કે હીરાબાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતળત્‍વ આપ્‍યું. માતાની વિદાય એ એક અપૂરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશકય છે. યુપીના મુખ્‍યમંત્રી યોગીએ ટ્‍વીટ કર્યું હતું કે એ પુત્ર માટે માતા જ દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્‍ય માતાનું મળત્‍યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રીરામ દિવંગત પવિત્ર આત્‍માને તેમનાં પવિત્ર ચરણોમાં સ્‍થાન આપે. લોકસભાના સ્‍પીકર ઓમ બિરલાએ હીરાબાને શ્રદ્ધાજંલિ આપી હતી. મધ્‍ય પ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહએ ટ્‍વીટ કર્યું હતું કે ભક્‍તિ, તપસ્‍યા અને કર્મની ત્રિવેણી. નરેન્‍દ્રભાઇ મોદીજી જેવા મહાન વ્‍યક્‍તિત્‍વનું સર્જન કરનાર માતાના ચરણોમાં નમન. આદરણીય માતા હંમેશા પ્રેરણા બની રહેશે. પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે પીએમ પ્રત્‍યે મારી ઊંડી સંવેદના છે. તેમણે કહ્યું હતું કે હીરાબાની સાથે મોદીજીનો સંબંધ અમૂલ્‍ય અને અવર્ણનીય છે. હીરાબાના આત્‍માને શાંતિ મળે. રાહુલ ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ લખ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્‍યંત દુઃખદ છે. આ મુશ્‍કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્‍યક્‍ત કરું છું. વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્‍યા. ભગવાન દિવંગત આત્‍માને પાવન ચરણોમાં સ્‍થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્‍યોને દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે.

error: Content is protected !!