Sihor
આગ લાગવાની ઘટના દરમિયાન તાત્કાલિક લેવામાં આવતા પગલાં અંગે સિહોર નગરપાલિકા દ્વારા નંદલાલ ભૂતા હોસ્પિટલ ખાતે માર્ગદર્શન અપાયું.
આગ લાગવાની ગોઝારી ઘટનાઓમાં દેશમાં હજારો લોકો મૃત્યુ પામે છે ત્યારે ઘટના દરમિયાન તરત જ યોગ્ય પગલાં લેવામાં આવે અને આગને રોકવા માટેનાં પ્રયત્નો કરવામાં આવે તો જાનહાનિ સાથે માલસામાનનો પણ ઘણાં અંશે બચાવ કરી શકાય છે,
સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શન અનુસાર દરેક જાહેર સ્થાનો પર ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજિયાત બન્યા છે, પણ જે તે સ્થળોએ આ સાધનોનો આગની ઘટના વખતે યોગ્ય ઉપયોગ કરવો તે પણ એટલું જ ઉપયોગી છે, અને માટે જ સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સિહોરના વિવિધ જાહેર સુવિધાના સ્થાનો પર ત્યાંના સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે સિહોરની નંદલાલ ભૂતા હોસ્પિટલ ખાતે નગરપાલિકાના ફાયર ઓફિસર રાજ્યગુરૂભાઈ દ્વારા હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ફાયર સેફ્ટીના સાધનોનો સમયસર ઉપયોગ કાઇ રીતે કરવો તેમજ આગ લાગે ત્યારે તેને કાઇ રીતે રોકી શકાય અને તે માટે લેવાતાં પગલાંઓ વિશે જાણકારી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સિહોરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પણ ફાયર ઓફિસર દ્વારા આગની ઘટના સામે બચવા અંતે માર્ગદર્શન અપાયું હતું, અને આજે નંદલાલ ભૂતા હોસ્પિટલના સ્ટાફને અપાયેલું માર્ગદર્શન પણ આકસ્મિક સમયે આગની ઘટના વખતે કારગર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરીએ.