Gujarat
નલ-સે-જલ ગેરરીતિ: સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના ‘ખુલ્લા પત્ર’થી ભાજપમાં સન્નાટો
કુવાડિયા
કેન્દ્ર અને રાજય સરકારની પ્રતિષ્ઠિત ‘યોજના’ સામે જ પ્રશ્ન: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈનો સ્વીકાર: પત્ર મળ્યો છે, તપાસ થશે
ગુજરાતમાં 156 બેઠકો સાથે સતા પર આવેલા ભાજપમાં હવે લાંબા સમયથી શાંતી બાદ પ્રથમ વકત પક્ષના પીઢ ધારાસભ્ય તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રાજય અને કેન્દ્રની મોદી સરકારની મહત્વાકાંક્ષી જલ-સે-નલ યોજનામાં ભ્રષ્ટાચાર મુદે વિજીલન્સ તપાસ માંગતા પક્ષમાં સન્નાટો મચી ગયો છે. શ્રી ભરવાડે આ અંગે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પંચમહાલ જીલ્લામાં ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની અને તેના એન્જીનીયર એમ.એમ.મેવાડાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. નલ-સે-જલ યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશભરમાં પ્રચાર કરે છે.
અને ગુજરાતમાં ચૂંટણી સમયે તેઓએ આ યોજનાના ખાતમુર્હુત અને લોકાર્પણ સહિતના કાર્યોની પ્રશંસા કરી હતી પણ હવે પક્ષના સીનીયર ધારાશાસ્ત્રી જેઠાભાઈ ભરવાડે જે રીતે ખુલ્લેઆમ આક્ષેપ કરવાનું અને વાત છેક સીએમ સુધી લઈ ગયા તેનાથી પક્ષમાં અને સરકારમાં ચર્ચા છે. શ્રી જેઠાભાઈ ભરવાડને ખાસ કરીને તેમની સિનીયોરીટી છતાં અનેક બાબતમાં નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચામાં છે. તે સમયે તેમના આક્ષેપો પણ મહત્વનાં છે તો બીજી તરફ પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ સ્વીકાર્યુ કે, જેઠાભાઈ ભરવાડનો પત્ર તેમને મળ્યો છે અને આ અંગે તેઓ તપાસ કરશે.