Sihor
સિહોરના વળાવડ નજીક ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, પાણીની રેલમછેલ

પવાર
- એક તરફ સિહોર પાણી માટે બારે માસ તરસ્યું, બીજી બાજુ અહીં કાયમ પાણીનો વેડફાટ, જવાબદારો બેજવાબદાર અને પ્રજા પાણી માટે તરસી ને તરસી
સિહોર નજીક આવેલ વળાવડ ગામના હાઇવે પર પાણીની પાઇપ લાઇન તૂટી જતાં અમૂલ્ય પાણી ખુબજ વેડફાયું હતું.રોડ પર પાણી ચોમાસામાં વરસાદમાં વહેતું હોય તે રીતે વહેતું હતું .ભર શિયાળે રોડ પર પાણીની રેલમછેલ જોવા મળતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી છે. અહી પુષ્કળ પ્રમાણમા પાણી વહી રહ્યું છે.
આ પાણીના કારણે રાજકોટ હાઇવે રોડમોટાં ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે વાહન ચાલકો અવાર નવાર પડી જવાના બનાવો બને છે તેમજ વધારે પ્રમાણમા પાણી રોડ ઉપર ફરી વળતાં વાહન ચાલકો દ્વારા સામેના ભાગે રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે. જેથી મોટો અકસ્માત થવાની પુરી શક્યતા છે. સ્થાનિક અને સેવા ભાવી લોકો દ્વારા અહીં ખાડાઓ પાસે ચેતવણી આપતા આપતાં પથ્થર મુકવામાં આવ્યા તેમજ એવું પણ કહેવાયું છે કે નર્મદા લાઇનનાં જવાબદારો અને અઘિકારીઓ જોઈને જતાં રહે છે
એક તરફ સિહોરના પીવાના પાણીની તંગી હોવા છતા આ પાણીની લાઈન રીપેર કરવામાં આવતી નથી અને બેફામ પાણીનો વડફાટ થાય છે તો તાકીદે આ પાણીની લાઈન રીપેર કરી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નિરાકરણ લાવવું જોઇએ એવું અહીના લોકોનું કહેવું છે.