Sihor
સિહોર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે “”મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો
પવાર
મારી માટી મારો દેશ
શિલાફલાકમનું અનાવરણ, ધ્વજવંદન, પંચપ્રાણ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં તા. ૯ મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે. જે અંતર્ગત ‘મારી માટી, મારો દેશ’ અનુસંધાને ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર તાલુકાનો કાર્યક્રમ ભાવનગર તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં પ્રાંત અધિકારીશ્રી, તાલુકા પ્રમુખશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વૃક્ષારોપણ, બાળકોને પ્રોત્સાહન તેમજ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા થયેલ સારી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સિલાફલકમનું લોકાર્પણ, ધ્વજવંદન તેમજ પોલીસ બેન્ડ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શિહોર તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં પ્રાંત અધિકારીશ્રી, તાલુકા પ્રમુખશ્રી તેમજ ડી.વાય.એસ.પી. સહિતના આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
મહુવા સેવા સદન ખાતે તાલુકા કક્ષાના “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમની ઊજવણી કરાઈ હતી. જેમાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ વરદ હસ્તે, શિલાફલાકમનું અનાવરણ, ધ્વજવંદન કરી, પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી તથા ૭૫ રોપા વાવેતર કરી વસુધાવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગારીયાધાર, પાલિતાણા અને ઉમરાળા ખાતે પણ તાલુકા કક્ષાની “મારી માટી મારો દેશ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.