Sihor
સિહોરમાં પુરૂષોત્તમ માસના છેલ્લા દિવસે બ્રહ્મકુંડ ખાતે મહિલાઓએ કર્યું શ્રદ્ધાપૂર્વક સ્નાન

પવાર
સિહોરમાં પુરૂષોત્તમ માસના છેલ્લા દિવસે લોકો એ પુણ્યનું ભાથ્થુ બાંધ્યુ. પવિત્ર પુરૂષોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી પુરૂષોત્તમ માસના અંતિમ દિવસે એટલે કે, અમાસના દિવસે સિહોરના બ્રહ્મકુંડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ સ્નાન કરી અને પુણ્યનું ભાથ્થુ બાંધ્યું હતું. આ વર્ષે શ્રાવણમાં અધિક આવતા તેનું વિશેષ મહત્વ હોવાથી શ્રધ્ધાળુઓએ ભક્તિ સાથે ઉજવણી કરી હતી. સિંહપુર તરીકે ઓળખાતી સિહોર નગરીમાં પુરૂષોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પવિત્ર માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.અધિક માસ દરમ્યાન કુંડ નદી દરિયામાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્વ રહેલું છે. સિહોરના ગૌતમેશ્વર અને બ્રહ્મકુંડ ખાતે આમતો આખો પુરૂષોત્તમ માસ શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું હતું પરંતુ આજે પુરૂષોત્તમ માસના અંતિમ દિવસે પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન માટે ઉમટી પડયા હતા, ખાસ મહિલાઓ મોટી સંખ્યામા સ્નાન માટે ઉમટી પડયા હતા અને પવિત્ર કુંડ ખાતે શ્રધ્ધાળુઓએ સ્નાન કરી અને પુણ્યનું ભાથ્થુ બાંધ્યું હતું.