Umrala
ઉમરાળાના શિક્ષક મનીષભાઇ વિંઝુડાએ યુ-ટ્યુબ પર 40 થી વધુ જ્ઞાન આપતા વીડિયો મૂકયા
પવાર
ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધો. 10 ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શાળા ઉપરાંતના સમયમાં પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ, ઉમરાળાના શિક્ષક મનિષભાઈ વિંઝુડા દ્વારા 19 ફેબ્રુઆરી 2023 થી 19 માર્ચ 2023 સુધી ગુજરાતના તમામ બાળકો માટે નિસ્વાર્થભાવે યુ-ટ્યુબ લાઈવ દ્વારા દિવસમાં બે વખત ગણિત અને વિજ્ઞાન બંને વિષયના થઈને કુલ 50 લેક્ચર લેવામાં આવેલ છે. આ લેકચરમાંથી બોર્ડના ગણિત વિજ્ઞાન વિષયના પેપર ઘણું પુછાયુ હતું અને તૈયારી માટે ખૂબ ઉપયોગી બન્યા હતાં. માત્ર 29 દિવસમાં 50 લેક્ચર લઈને બાળકોની સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં સહભાગી થયા હતાં.
રવિવારનો ઉપયોગ પણ બાળકો માટે કર્યો હતો. 19 માર્ચ રવિવારે સવારે થી સાંજ સુધીમાં એક જ દિવસમાં 9 લેક્ચર લઈને રાત્રે 8.30 થી 10 વાગ્યે 50 મુ લેક્ચર પૂર્ણ કર્યું હતું. મનીષભાઈ વિંઝુડા એ પ્રથમ કસોટીની પહેલા ડો.બી. આર.આંબેડકર ઓનલાઇન જિલ્લા મેગા સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને કસોટીની પૂર્વતૈયારી કરાવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના 1600 બાળકોએ ભાગ લીધો હતો પ્રથમ 50 ક્રમના બાળકોને અસાઈનમેન્ટ પ્રોત્સાહિત ઈનામ મળેલ હતું. યુ-ટ્યુબમાં પ્રયોગશ્રેણી દ્વારા ધોરણ 9 અને 10 ના પ્રયોગ લાઈવ કરેલ છે. ધોરણ 9 માટે પણ વાર્ષિક પરીક્ષાની તૈયારી ભાગરૂપે મનીષ વિંઝુડા યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ વર્ગખંડ 21 માર્ચના રોજ 8.30 કલાકે શરૂ થાય છે.