Connect with us

Sihor

મકરસક્રાંતિ બનશે મોંઘી : સિહોરમાં પતંગની કિંમતમાં 25 થી 30 ટકાનો ભાવ વધારો

Published

on

makaraskranti-will-become-expensive-25-to-30-percent-increase-in-price-of-kites-in-sehore

પવાર

ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે. જોકે, પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને ગઇ છે. ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી રૂપિયા 20 હતી. જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૂપિયા 25 ચૂકવવા પડશે. આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે. રૂ.6 થી લઈ 150 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150-200 જેટલા વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે.

makaraskranti-will-become-expensive-25-to-30-percent-increase-in-price-of-kites-in-sehore

આગામી બે અઠવાડિયા બાકી છે ત્યારે જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે. આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, આ વર્ષે પતંગની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2023 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જોકે, આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવો વેપારીઓને આશાવાદ છે. ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!