Connect with us

Offbeat

અનોખું ગામ જ્યાં સાપ માટે ખુલ્લા છે ઘરના દરવાજા

Published

on

maharashtra-where-cobra-snakes-welcome-in-homes

ભારતીય સંસ્કૃતિમાં સાપને સન્માનની નજરે જોવામાં આવે છે. અહીં સાપ (Snake)ને પણ ભગવાન માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. એક તરફ લોકો સાપથી ડરે છે તો બીજી તરફ અનેક તહેવારોમાં લોકો સાપની પૂજા કરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ જો કોઈના ઘરમાં સાપ આવી જાય તો ડરવું અનિવાર્ય છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે (Snake village in Maharashtra) જ્યાં લોકો સાપનું તેમના ઘરમાં ખુલ્લા મનથી સ્વાગત કરે છે. અહીં લોકોના ઘરના દરવાજા સાપ (cobra snakes welcome in homes ) માટે હંમેશા ખુલ્લા રહે છે.

મહારાષ્ટ્રના પુણેથી 200 કિમી દૂર શોલાપુર જિલ્લામાં શેતપાલ નામનું ગામ છે. જ્યાં ઘરોમાં સાપ જોઈને લોકો ડરી જાય છે, ત્યાં આ ગામમાં લોકો સાપને આવકારે છે અને જેવા તેવા સાપ નહીં, પણ કોબ્રા! તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. આ ગામમાં કોબ્રા દરેક ઘરમાં મુક્તપણે ફરે છે અને તેમને કોઈ રોકતું નથી.

maharashtra-where-cobra-snakes-welcome-in-homes

એક અહેવાલ મુજબ આ ગામના 2600 થી વધુ ગ્રામીણ કોબ્રાની પૂજા કરે છે. અહીં ન તો માણસો સાપને નુકસાન પહોંચાડે છે અને ન તો સાપ માણસોને નુકસાન પહોંચાડે છે. બંને એકબીજાથી ડરતા નથી, એકબીજા સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ક્યારેય સાપ માણસને કરડવાનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી.

અહીં ઘરો ઉપરાંત શાળાના વર્ગખંડોમાં પણ સાપ આવે છે, પરંતુ બાળકો તેમનાથી બિલકુલ ડરતા નથી કારણ કે તેઓ સાપની વચ્ચે મોટા થયા છે. જે લોકો અહીં પોતાનું નવું ઘર બનાવે છે તેઓ સાપ માટે એક નાનો ખૂણો પણ બનાવે છે જેનું નામ દેવસ્થાનમ છે. આ ખૂણો દરેક ઘરમાં હોય છે જ્યાં સાપ આવીને બેસે છે.

સાપ સાથે રહેવાની આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે કોઈ જાણતું નથી, પરંતુ હવે સાપ પણ અહીંના લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. જો કોઈ બહારની વ્યક્તિ અહીં આવે તો તેને બીક લાગે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં, અહીંના લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની સાથે ઈંડા, દૂધ અને શુભકામનાઓ લઈને આવે.

Advertisement
error: Content is protected !!