Bhavnagar
નિઃસહાય વડીલોના આશ્રયસ્થાન સમાન ‘ઓમ સેવાધામ’ આયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમ
પ્રેમભાઈ કંડોલીયા
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરના રાજય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓનું કરાશે સન્માન : પૂર્વ ભાવનગરમાં અશાંતધારો લાગુ થતા વિવિધ સંસ્થાઓ દ્વારા ગૃહપ્રધાન સંઘવીનું થશે બહુમાન
ભાવનગર શહેરના મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કાલે તા. 1 સપ્ટેમ્બર 2023ના રોજ ઓમ સેવાધામ સંસ્થા દ્વારા ‘માધવ છે સંગાથે’ કૃષ્ણોત્સવ આધારિત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષ પદે યોજાનાર ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં આ વર્ષે કાર્યક્રમ થીમ અનુસાર વિભિન્ન રમતગમતમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાવનગરને ગૌરવ અપાવનાર ખેલાડીઓનું સન્માન કરાશે. કૃષ્ણ એક શ્રેષ્ઠ રમતવીર પણ હતા. ત્યારે રમતવીરોનું સન્માનએ કૃષ્ણના સન્માન સમાન છે. તેમ નિઃસહાય વડીલોના આશ્રયસ્થાન સમાન ‘ઓમ સેવાધામ’ સંસ્થામાં વસતા વડીલો માને છે. તેમની ઈચ્છા અનુસાર આ ખેલાડીઓને ગૃહપ્રધાનના હસ્તે સન્માનિત કરાશે. દરમિયાન બહુ લાંબા સમયથી ભાવનગરની જનતાની જે માંગ હતી તે અશાંત ધારો લાગુ કરવામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ખૂબ જહેમત ઉઠાવી છે. ત્યારે ભાવનગરની જનતાવતી વિવિધ સંસ્થાઓ અને મંડળો પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું સન્માન કરશે.
ગૃહમંત્રી સંઘવી સાથે ખોડિયાર પીઢાધિશ્વર એવમ મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુ, પૂર્વ ભાવનગર ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, પૂ. રામચંદ્રદાસજી બાપુ, આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ અને રાજીવભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દર વર્ષની માફક 108 થી વધુ બાળકૃષ્ણ વેશભૂષામાં પ્રસ્તુત થશે. તેની સાથે કૃષ્ણોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રસ્તુત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમ સેવાધામ સંસ્થા દર વર્ષે અલગ અલગ થીમ મુજબ જન્માષ્ટમી ઉત્સવ ઉજવે છે. જન્માષ્ટમી મહોત્સવમાં અગાઉ કોરોના વોરિયર્સ, સેવાકીય સંસ્થાઓના સન્માન કરાયા હતા. આ વર્ષે રમતવીર યુવા યુવતિઓના સન્માન કરાશે.