Connect with us

Sihor

વાહન ચાલકને નસીબ એક વાર બચાવે છે, પરંતુ સાવચેતી વારંવાર બચાવે છે ; પીઆઇ ભરવાડ

Published

on

luck-saves-the-driver-once-but-caution-often-pi-shepherd

દેવરાજ

  • સિહોરના બસ્ટેન્ડ ખાતે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ટ્રાફીક અંગે જાગૃતિ કાર્યક્રમ

માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

luck-saves-the-driver-once-but-caution-often-pi-shepherd

જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે, તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે સિહોર ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું આ તકે પીઆઇ ભરવાડે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ વ્યક્તિનાં જીવન સાથે વર્ણવાયેલી છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થકી લોકજાગૃતિમાં વધારો થયો છે. માર્ગ સલામતી બાબતે કાળજી રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. બેદરકારીપૂર્ણ કે નશો કરી વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું, ડ્રાઇવિંગ વખતે પૂરતો આરામ ન લેવો વગેરે જેવી બાબતો ઘણી વખત ગંભીર અકસ્માતોનું સર્જન કરે છે.

luck-saves-the-driver-once-but-caution-often-pi-shepherd

ત્યારે દરેક નાગરિક પોતાની ફરજો પ્રામાણિકતાથી અદા કરે અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે. નસીબ એક વાર બચાવે છે, પરંતુ સાવચેતી વારંવાર બચાવે છે તેમ જણાવી પોલીસ પીઆઇ ભરવાડે કહ્યું હતું કે સરકાર પણ માર્ગ સલામતી બાબતે ખૂબ જ ગંભીર છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે અનેક આગોતરા આયોજનો કરી રહી છે. આવા સંજોગોમાં જો આજથી જ જાગૃત નહી બનીએ તો ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અવેરનેસ ફક્ત સપ્તાહ પુરતી સિમિત ન રાખી આજીવન અવેરનેસ રાખવા દરેક નાગરિકને આહવાન કર્યું હતું

error: Content is protected !!