Sihor
પ્રેમ કરવો ગુનો નથી, પણ પ્રેમ માટે યોગ્ય પાત્ર શોધવું ખૂબ જરૂરી છે

પરેશ
સિહોર તાલુકાની એક યુવતીને પ્રેમી સાથે લગ્નનાં દોઢ વર્ષ બાદ પ્રેમીનાં રાક્ષસીપણાંનો કડવો અનુભવ થયો
આપણે ત્યાં સુવ્યવસ્થિત રીતે સમાજની ગોઠવણ થઈ છે, દીકરા-દીકરીઓની એક ઉંમર બાદ તેને સામાજિક રીતે આગળનાં જીવન માટે પરણાવવામાં આવે છે, પણ ઘણીવાર યુવાનો પોતાની રીતે પોતાના પાત્રો શોધીને પરણી જતાં હોય છે, અને આવા ઘણાં કિસ્સાઓમાં અમુક સમય બાદ ખૂબ ખરાબ પરિણામો આવતાં જોવા મળે છે, આ પ્રકારની જ ઘટના આજે સિહોર પંથકમાં બની છે, દોઢ વર્ષ પહેલાં એક યુવતીએ પોતાના મા-બાપ અને ભાઈઓને છોડી તેના પ્રેમી સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યાં હતાં, લગ્ન બાદ થોડા સમય માટે બધું જ બરાબર ચાલે છે, પણ બાદમાં દીકરીનો પ્રેમી પોતાનાં રંગ બતાવવાના શરૂ કરી દે છે, લગ્નજીવનમાં તેમને ત્યાં એક બાળકનો પણ જન્મ થાય છે, પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ પ્રેમીથી જ થતી હેરાનગતિ અને ભાગીને લગ્ન કરેલા જેથી પોતાના મા-બાપ અને પિયરીયાઓ પણ નારાજ હતાં, મા-બાપે પણ યુવતીએ આપેલા આઘાત બાદ તેની સાથે કોઈપણ પ્રકારનો સબંધ ન રાખવાની નિર્ણય લીધો હતો, આમ પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ પરિણીતા બંને બાજુથી કરેલા કાર્યથી પશ્ચાતાપમાં રહેતી હતી.
દોઢ વર્ષના લગ્નજીવન બાદ તેના પતિએ રાક્ષસવૃત્તિ બતાવવાની શરૂ કરી, અવારનવાર દારૂ પિયને ઘરે આવતો, પોતાની પત્નીને માર મારતો અને ધમકાવતો, આવું કેટલાય સમય સુધી ચાલતા અંતે દીકરીની સહનશક્તિ પૂરી થઈ, ના છૂટકે પરિણીતાએ તેના પિયરીયાઓને આ સમગ્ર પરિસ્થિતિની જાણ કરી, હંમેશાથી પોતાના કાળજાનો ટુકડો માનતો પરિવાર દીકરીના દુઃખ સામે ઊભો થયો, પિયરિયાઓએ મહિલા સુરક્ષા ટીમની મદદ લીધી, મહિલા સુરક્ષા નંબર 181 પર જાણ કરીને પરિણીતા પર વીતી રહેલી સમગ્ર પરિસ્થિતિની જાણ કરે છે, પાલીતાણા સ્થિત 181 ની ટીમ દ્વારા સિહોર પંથકની આ પરિણીતાને તાત્કાલિક વારે આવે છે, 181 દ્વારા સમગ્ર ઘટનાની માહિતી મેળવી કાયદાકીય રીતે પગલાં લઈ અને પરિણીતાને તેના પ્રેમી પતિથી છુટકારો અપાવે છે. સમાજમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે સિહોરની પરિણીતા અને તેના પિયરીયાઓ દ્વારા મહિલા હેલ્પલાઇન નંબર 181 ની શી ટીમની મદદ લઇને સમાજની તમામ પીડિત દીકરીઓ અને મહિલાઓને હિંમત આપવાનું કામ કર્યું છે, તો આ સાથે જ પાલીતાણા મહિલા હેલ્પ લાઇન નંબર 181 ટીમની કામગીરી પણ ખૂબ બિરદાવવા લાયક છે, સિહોર પંથકમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે 181 ટીમ હંમેશા નારી સુરક્ષાના મંત્ર સાથે ખડેપગે આવી પહોંચે છે.