Connect with us

Sihor

સિહોરની આ હાલત પાછળનાં તમામ જવાબદારોએ ભોંઠા પડવું જોઈએ.

Published

on

All those responsible behind this condition of Sihore should be put to shame.

પવાર

સિહોર એટલે છોટે કાશી પણ સિહોરના સત્તાધીશોના કારણે સિહોરને સ્વચ્છતાની દૃષ્ટિએ હવે ‘ગટર નગરી’ કહીએ તો પણ ચાલે એમ છે, આ પાપમાં સિહોર નગરપાલિકાના પૂર્વસતાધીશો, સિહોરનું તંત્ર અને કોન્ટ્રાકટરો સહિત સિહોરનું વિપક્ષ પણ ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા આપણી સુવિધાના કામો માટે સિહોર નગરપાલિકાને અપાય છે, ગટર યોજના અને સ્વરછતા અભિયાન હેઠળ સિહોર નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, આ ગ્રાન્ટ સિહોરની જનતા માટે વપરાય તેના બદલે આ તમામ કામોના કોન્ટ્રાકટરો, તંત્ર, નગરપાલિકાનાં સતાધીશો અને વિપક્ષ એમ તમામના ઘર ભરાઈ ગયા હોય તેવી પણ હવે શંકા ઉપજે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ધાર્મિક નગરી સિહોરમાં શ્રાવણમાં અનોખો માહોલ હોય છે, હિન્દુ મુસ્લિમ તહેવારોમાં હજારોની સંખ્યામાં ભાવિકો સિહોરની મુલાકાત લે છે, જેમાં ખાસ કરીને શ્રાવણ માસમાં નવનાથના દર્શને દૂર દૂરથી લોકો આવતા હોય છે.

All those responsible behind this condition of Sihore should be put to shame.

સિહોરનો મુખ્ય વિસ્તાર વડલા ચોકથી લઈને ટાણા ચોકડી અને નવનાથ યાત્રા માટેના તમામ રસ્તાઓ પર ખૂબ દયનિય હાલત છે, અનેક જગ્યાએ ગટરો ઉભરાઈને રોડ પર વહી રહી છે, ગટરોની સાથે સાથે કેટલીય જગ્યાએ પાણીની પાઇપલાઇનો તૂટેલી જોવા મળે છે, દરેક જગ્યાએ કચરાના ઢગલાઓ ખડકાઈ ગયા છે, ટ્રાફિકની સમસ્યા, રખડતાં ઢોરની સમસ્યા, આવી કેટકેટલી બાબતોથી સિહોરની જનતા વર્ષોથી હેરાન થતી રહી છે, અને અત્યારે પણ એ જ સ્થિતિ છે, ખબર નહિ ક્યારે સુધરશે, ક્યારે સુધરશે સિહોર નગરપાલિકા અને જવાબદાર તંત્ર, ક્યારે સુધરશે સરકારમાં બેઠેલા આપણાં લોકપ્રતિનિધિઓ , આ તમામની જવાબદારી છે, આપણી સુવિધાઓ માટે જ આ તમામને સરકારે તેમને ખુરશીઓ આપી છે, પણ આ ખુરશીનો સાચો ઉપયોગ ક્યારે થશે, ખબર નથી, પણ એટલી તો ચોક્કસ ખબર છે કે જ્યારે દરેક રીતે હેરાન થતી સિહોરની જનતાના નાદથી સત્તાધીશોના પાપોનો શંખનાદ ફૂંકાશે ત્યારે આ જ જનતા જવાબ આપી દેશે….

Continue Reading
Advertisement
error: Content is protected !!