Connect with us

Gandhinagar

રૂ।.53 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી અદ્યતન 151 એસ.ટી બસોનું લોકાર્પણ કરતા સી.એમ.

Published

on

Launching 151 state-of-the-art ST buses prepared at a cost of Rs.53 crore, CM.

કુવાડિયા

  • મુખ્યમંત્રી-વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો કાર્યક્રમ: ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ બસમાં બેસી સુવિધાઓ પણ નિહાળી

રાજ્યમાં હવે મુસાફરોને નવી બસ સુવિધાનો લાભ મળશે. હાલમાં ચાલતી ખખડધજ બસમાંથી થોડા અંશે લોકોને રાહત મળશે કારણ કે રાજ્ય સરકાર દ્વારા નવી 151 બસ દોડાવાનો નિર્ણય કરાયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસીસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતુ.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે. આ બસનું નિર્માણ એસટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.

Launching 151 state-of-the-art ST buses prepared at a cost of Rs.53 crore, CM.

આ તકે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે આજે ગુજરાતનાં નાગરિકો માટે દાદાની સવારીમાં વધુ 151 બસનો ઉમેરો કરવામાં આવ્યો છે.આ 151 બસો આજથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાગરિકોની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.જેમાં 40 સિલ્વર કોચ અને 111 લક્ઝરી બસો છે. આ તમામ બસોમાં સીટ દીઠ પાણી મૂકવાની, મોબાઇલ ચાર્જીગની વ્યવસ્થા આ સાથે જ એમ કહી શકાય કે રકાબીમાં ચા પીતા હોય તો ચાનું એક ટીપું નીચે ન પડે તે પ્રકારના જંપર અને સેન્સરનો ઉપયોગ આ બસમાં કરવામાં આવ્યો છે.

ઉંમરલાયક લોકોને બસમાં ઝટકો ન લાગે તેની વ્યવસ્થા આ બસમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઇ-બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. ગુજરાત એસટી નિગમે મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા આયોજન કર્યું છે. આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશ: મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, એસટી નિગમના એમડી ગાંધી, જોઇન્ટ એમ ડી પ્રજાપતિ, ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણા, તેમજ ગાંધીનગર ઉત્તર, દહેગામ, કલોલ અને માણસા ના ધારાસભ્યો અને આમંત્રિતો ,અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

Advertisement
error: Content is protected !!