Sihor
સિહોર થી પસાર થતા હાઈ-વે પર ખાડા રાજ
તમે ખાડાઓ બુરીને જાવ છો 24 કલાકમાં એની એ દશા થવાની છે
સિહોર થી પસાર થતા હાઈ-વે પર ખાડાઓ બુરવાનું નાટક શરૂ : નક્કર કામગીરી થતી નથી
માત્ર સરકારી ચોપડે કામગીરી દેખાડવાનું નાટક કે અમે ખાડાઓ બુર્યા, કેટલીવાર ખાડાઓ
ખાડાઓ બુરીને શા માટે હજારો લાખ્ખોનું આંધણ કરો છો ; એકાદ વખત નક્કર કામગીરી કરો
સિહોર નહિ રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારના માર્ગો ભાંગીને ભુક્કો થઈ ગયા હોવા છતાં સરકારી ચોપડે ખાડાઓ બુર્યાના નાટકો થયા રાખે છે વરસાદને કારણે માર્ગોને ભારે નુકશાન થયું છે તે પૈકી અનેક રસ્તાઓની હાલત આજે પણ ગાડામારગથી બદતર છે. વાહનો પસાર થઈ શકતા નથી. ઉંડા ખાડાને કારણે અકસ્માતની સતત ભીતિ રહે છે તેમાં જાણે સરકારી તંત્ર ઉચ્ચ અધિકારીઓની આંખે પાટા બાંધી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે. જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થતા રાજકોટ ભાવનગર હાઈ-વે પર વારંવાર મસમોટા ગાબડા પડી જવા પામે છે તંત્ર ખાડાઓ બુરે અને પછી એકાદ બે દિવસમાં હતી એજ સ્થિતિઓ ઉભી થાય છે
ભાવનગર સ્ટેટ હાઈવે સિહોરમાંથી પસાર થતો હોય જે રોડ સિહોરના ગુંદાળા વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તેમજ તાલુકા પંચાયતથી વડલાવાળી ખોડીયાર મંદિર સુધી તેમજ બસ સ્ટેન્ડથી પુલ સુધી તથા રેસ્ટ હાઉસથી સોનગઢ સુધીનાં આખા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે આવા ખાડાખડીયાના કારણે ટુવ્હીલરો અવારનવાર પડતા આખડતા હોય છે જેના કારણે નાની મોટી ઈજાઓનો ભોગ પણ બને છે અને આ સ્ટેટ હાઈવે હોવાના કારણે ચોવીસ કલાક નાના મોટા ભારે વાહનોથી ધમધમતો રહે છે. સતત વાહનોની અવરજવરના કારણે ચોવીસ કલાક ધોમ ટ્રાફીક રહે છે.
જેથી આવા ખાડા ખડીયા રોડના કારણે નાના વાહનો કે ભારે વાહન ચાલકો ઘણીવાર પોતાના વાહનો કાબુ ગુમાવી બેસવાથી એક્સીડન્ટ પણ થાય છે. પેવનના પુલથી બસસ્ટેશન સુધીમાં તો મસમોટા ખાડાઓ પડ્યા છે જોકે પીડબલ્યુડી આરએમબીના અંધેર તંત્ર પોતાની કુંભકર્ણનની નિંદરમાંથી જાગ્યું છે અને ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરી છે જોકે અહીં નક્કર કામગીરી થાય તે જરૂરી છે બિસ્માર માર્ગોની હાલત દિન-પ્રતિદિન સુધરવાને બદલે બગડતી જાય છે માર્ગોની રીપેરીંગની કામગીરી જાણે કાગળ ઉપર કરવામાં આવતી હોય તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. નક્કર કામગીરીના અભાવે બિસ્માર માર્ગો પર આવેલા ઉંડા ખાડા દરરોજ અકસ્માત સર્જતા રહે છે.