Umrala
ઉમરાળા પી એમ.સર્વોદય હાઈસ્કુલ ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો.
પવાર
- મુખ્ય વક્તા તરીકે ડો રામદેવસિંહ બી ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા
આજે સોમવારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉમરાળા દ્વારા શ્રી પી એમ.સર્વોદય હાઈસ્કુલ ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આચાર્ય સંઘના ડૉ. રામદેવસિંહ બી. ગોહિલ હાજર હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય, દેશભક્તિ ધરતી કી શાન ગીત શાળાના વિદ્યાર્થીની કિરણબેન સરવૈયા દ્વારા કરવામાં આવી.
શ્રી સિદ્ધિબેન રાવલ દ્વારા અમૃત વચન રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાન શ્રી નો પરિચય તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન અને તેના દ્વારા થતા કાર્યો નો પરિચય મનીષભાઈ વિંઝુડા દ્વારા આપવામાં આવ્યો. મુખ્ય વક્તા શ્રી રામદેવસિંહ ગોહિલ નું સ્વાગત પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારાશ્રી વી.એન.પટેલ અને એમ એચ.વિંઝુડા કરવામાં આવ્યું ,આભારવિધિ અને શાંતિમંત્ર જાની સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી ડૉ. રામદેવસિંહ ગોહિલ દ્વારા ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર ની વાતો દ્વારા ,વિવિધ ઉદાહરણો દ્વારા કર્તવ્ય બોધ શું છે તેનું મહત્વ તથા તેના દ્વારા રાષ્ટ્રનિર્માણની ભાવના બાળકોમાં વિકસાવીને ભારત માતા ને પરમ વૈભવ સુધી પહોંચાડવા માં શિક્ષકો ની ભૂમિકા સમજાવવામાં આવી. ત્યારબાદ શ્રી પી.એમ. જાની સાહેબ દ્વારા આભારવિધિ અને કલ્યાણમંત્ર કરીને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનીષભાઈ વિંઝુડા દ્વારા કરવામાં આવ્યું હતું