Connect with us

Palitana

પાલીતાણાના ધાર્મિક સ્થળમાં થયેલી તોડફોડના વિરોધમાં બોટાદનો જૈન સમાજ ખફા : આક્રોશભેર રેલી યોજાઈ

Published

on

Jain Samaj Khafa of Botad against the vandalism of a religious place in Palitana: An outrageous rally was held

પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર પ્રભુ શ્રી આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહિશાળામાં તોડફોડના બનાવને લઈને સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેના અનુસંધાને બોટાદમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા પણ રોષ પ્રગટ કરાયો છે, આ બનાવને વખોડી કાઢવા માટે ભારતના પ્રધાનમંત્રી તેમજ ગૃહ મંત્રી, ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું, બોટાદ શહેરમાં શેત્રુંજય તીર્થ માં અસામાજિક તત્વોનો ત્રાસ દાદાગીરી અને શ્રી આદિનાથ દાદા ના પગલાં ને ખંડિત કરવાનું કૃત્ય કરેલ છે

Jain Samaj Khafa of Botad against the vandalism of a religious place in Palitana: An outrageous rally was held

એ બાબત આજે બોટાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમજ શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ તેમજ શ્રી દિગંબર જૈન સંઘ દ્વારા આજે ભવ્ય મૌન રેલી નું આયોજન કરવામાં આવેલ અને શ્રી આદિનાથ દાદાના જિનાલય થી અંબાજી ચોક ,લીમડા ચોક ,સ્ટેશન રોડ ,મહિલા મંડળ રોડ , હવેલી ચોક, થઈ અને તાલુકા સેવાસદને આવેદનપત્ર આપવામાં આવેલ હતું આ રેલીમાં શ્રી ચતુર્વિધિ સંઘ સાથે પૂજ્ય શ્રી ગુરુદેવ તેમજ સાધ્વીજી મારા સાહેબ તેમજ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ અસામાજિક તત્વોને વહેલી તકે ત્યાંથી હટાવી તેની ધરપકડ કરી સમસ્ત જૈન સમાજને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!