Sihor
સિહોર – વરલ થી ભદ્રાવળ.નં.૩ સુધી હાલમા બની રહેલા નવા રોડનુ અટકેલુ કામ શરૂ કરાવવાની રજુઆત

પવાર
- કપચા નાખેલા માર્ગ ઉપર સાઇકલ ચલાવું પણ કઠિન વહેલી તકે કઈ સારું કરાવવાની નાની માંડવાળી ગામના યુવા ગ્રુપની માંગ
સરકારી તંત્ર દ્વારા રસ્તાઓ ખોદી ને કામ અધૂરા છોડીને ક્યાંય ગાયબ થઈ જાય છે જેને લઈને રાહદારીઓ ભારે પરેશાન થઈ જતા હોય છે અને બહેરા કાને વળી પાછો અવાજ પણ પોગે નહિ એ બીજી ઉપાધિ. આવું જ કંઈક સિહોર થી વરલ થી ભદ્રાવળ.ન.૩ સુધી બે તાલુકાને જોડતા કાચા રસ્તાને પાકો ડામર રોડ બનાવવા માટે નુ કામ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે આ રોડ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી હતી તેથી નાની માંડવાળી ગામ અને આજુબાજુના વિસ્તારના ગામોના લોકો ખુબજ ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા પરંતુ નાળા અને આરસીસીનુ કામ પુરુ કરીને મેટલ અને કપચા નાખ્યા પછી છેલ્લા એક મહિનાથી રોડનુ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આ રોડ ઉપર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે કાચી મેટલ અને કપચા નાખેલા હોવાથી કાયમ નાના મોટા અકસ્માત જેવાકે વાહન સ્લીપ થાય ટાયર ફાટતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કપચા અને મેટલ ને કારણે વરલ ખાતે આવેલી હાઇસ્કૂલ માં અભ્યાસ કરતા નાની માંડવાળી મોટી માંડવાળી ગામના વિદ્યાર્થીઓ સાયકલ થી જાવાનું મુશ્કેલ હોવાથી ના છુટકે ખાનગી વાહનો મા ભાડુ ચૂકવી ને જાવું પડે છે દવાખાને જાવા માટેના વાહન ચાલી શકતા નથી હાલ નાની માંડવાળી ગામ અને આજુબાજુના વિસ્તારના ગામોના લોકો ને ટાણા શીહોર ભાવનગર જાવા માટેનો આ ખુબજ ઉપયોગી આ રોડ ખરાબ હાલતમાં હોય ચોમાસુ નજીક આવી રહીયુ હોવાથી આ રોડની હાલત વધારે ખરાબ થાય તે પહેલા વહેલી તકે આ રોડનુ અટકેલુ કામ શરૂ કરવામા આવે તેવી નાની માંડવાળી ગામના યુવા ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર ને લેખિતમાં રજુઆત કરી પોતાના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે વિનંતી કરી છે.