Bhavnagar
લોકસભા પહેલા કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ, શક્તિસિંહ ગોહિલના સરકાર સામે પ્રહારો
કુવાડીયા
- નડીયાદથી કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાનો પ્રારંભ ; કૉંગ્રેસના રાજમાં પેહલા મહિલાઓ સુરક્ષિત હતી, અત્યારે કોલેજ નજીકની ચાની કીટલીની પાસે ડ્રગ્સ મળે છે : શક્તિસિંહ
ખેડાના નડીયાદથી કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રારંભ કરાવી છે, શક્તિસિંહ કહ્યું કે આ યાત્રા થકી સામાન્ય પ્રજાજનોના પ્રશ્નોને ન્યાય આપવામાં આવશે ખેડાના નડીયાદથી કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાનો પ્રારંભ થયો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ પદયાત્રાને પ્રારંભ કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ યાત્રા થકી સામાન્ય પ્રજાજનોના પ્રશ્નોને ન્યાય આપવામાં આવશે, તેમજ આ યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, જન સંવાદયાત્રા થકી વિવિધ પ્રશ્નોને લઈ કલેટરને આવેદન પત્ર આપવામાં આવશે. નગરપાલિકાને લઈ શક્તિસિંહ ઉમેર્યું હતું કે, નગર એટલે નળ, રોડ અને રસ્તાને જ નગર પાલિકા કહેવાય છે.
શક્તિસિંહના સરકાર પર પ્રહાર
આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સરકારમાં નગરની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના રાજમાં પેહલા મહિલાઓ સુરક્ષિત હતી. અત્યારે કોલેજ નજીક ચાની કીટલીની પાસે ચરસ અને ડ્રગ્સ મળે છે.
રાજસ્થાનના રોડ-રસ્તા ગુજરાત કરતા સારા છે’
રોડ રસ્તાને લઈ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, અત્યારે આ સરકારમાં રોડ રસ્તામાં મોટા પાયે હપ્તા લેવાઈ રહ્યાં છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે ત્યાના રોડ રસ્તા સારા છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજસ્થાનના રોડ અને રસ્તા ગુજરાત કરતા વધુ સારા છે. કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડા, ઉષા રાયડુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.