Bhavnagar
ભાવનગર ઇન્ટર સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્યાતિભવ્ય આયોજન
દર્શન
- ભાવેણાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત….
ભાવનગર એટલે કલાનગરી કે જ્યાં દરેક ક્ષેત્રમાં ભાવેણા ના કલાકારો વિશ્વ ફલક ઉપર દેશનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે. ત્યારે આ કલાનગરી ના આંગણે જિલ્લા ટેબલ ટેનિસ એસોસીએશનના ઉપક્રમે દક્ષિણામૂર્તિ એક્ટિવિટી સેન્ટર અને જોષી સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ભાવનગરના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત ભાવનગરમાં ઇન્ટર સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. દક્ષિણામૂર્તિ ટેબલ ટેનિસ એકેડેમી ખાતે આગામી તા.16થી 19મી સપ્ટેમ્બર દરમિયાન રમાનાર ઇન્ટર સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામન્ટને ભાયાણી ગ્રુપ અને માઇક્રોસાઇન પ્રોડક્ટ દ્વારા પ્રાયોજીત કરવામાં આવી રહી છે.
ટીમ ઇવેન્ટમાં જૂનિયર ગર્લ્સ અને બોયઝ, સીનિયર બોયઝ અને ગર્લ્સમાં સ્પર્ધાઓ રમાશે. જ્યારે વ્યક્તિગત ઇવેન્ટમાં અંડર-17, 15, 13, 11 વયજૂથમાં ગર્લ્સ અને બોયઝ વિભાગમાં સ્પર્ધાઓ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક શાળાઓએ 30મી ઓગસ્ટ પહેલા પોતાની એન્ટ્રી નોંધાવી દેવા માટે યાદીમાં જણાવવામાં આવ્યુ છે. આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં રમતવીરો એ પોતાના નામોની એન્ટ્રી નોંધાવી દીધી છે. પોતાની એન્ટી નોંધાવા તેમજ વધુ માહિતી માટે સંપર્ક 9724784466 કરવો.