Gujarat
ખબરદાર ડમી તરીકે પરીક્ષા આપવા ગયા તો ગેઇટ પર જ પકડાઈ જેલ ભેગા થવું પડશે
કુવાડિયા
કાલે લાખો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બોર્ડ અધ્યક્ષ, સિનિયર આઇપીએસ દ્વારા થયેલ પ્રયોગ ખૂબ અસરકારક રહેશે ગેઇટ પર રહેલ વોર્ન કેમેરા અસલી નક્લીના ભેદ પારખી લેશે
પોલીસની ભરતીમાં ડમી ઉમેદવાર દાખલ થવાની ઘટનાને કારણે રાજય સરકાર, પરીક્ષા તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની શાખને હાની પહોંચી તે ઘટનાને ધ્યાને રાખી ગુજરાત ગૌરવ એવા ગુજરાતના સ્વચ્છ છબી ધરાવતા આઇપીએસ હસમુખ પટેલને સમગ્ર જવાબદારી સુપ્રત થયા બાદ આમૂલ પરિવર્તન આવ્યું છે. જેનો પડદ્યો કાલે જુનિયર ક્લાર્કની ભરતીની ખૂબ મોટી પ્રક્રિયામાં પડ્યો છે. હસમુખ પટેલ માફક જ રાજય પોલિસ તંત્રના એક અન્ય કાર્યદક્ષ અધિકારી એટલે લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર, આ અધિકારી દ્વારા સીસીટીવી કૅમેરાની આખી જાળ બિછાવી છે. એ પ્રોજેક્ટ એટલે. એવોર્ડ વિજેતા વિશ્વાસ પ્રોજેક્ટ , જેમના હસ્તક પોલીસના શરીર પર બોડી વોર્ન કેમેરા પણ ખરીદવામાં આવ્યા છે.
કાલની ગુજરાતભરમાં યોજાનારી જુનિયર ક્લાર્ક પરીક્ષામા ડમી ઉમેદવાર દાખલ થવાની હિંમત ન કરે તે માટે બોડીવોર્ન સાથે ફરજ બજાવતા ઉમેદવારના ફોટા આવી જશે તેમ પરીક્ષા બોર્ડના અધ્યક્ષ ની જવાબદારી સંભાળતા સિનિયર આઇપીએસ હસમુખ પટેલ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. બીજો ફાયદો એ થશે કે પોલીસ પણ ખૂબ માનવીય અભિગમ અપનાવશે, અને ઉમેદવાર પણ પોતાની આખી હરકત કેમેરામા કેદ થતી હોવાનું જાણી ખોટો દલીલ કરવાથી બચી જશે. જો દૃષ્ટિ હોય તો પોલીસ પાસે રહેલ સાધનની કેવો સદ ઉપયોગ થાય તેનું આ ઉત ઉદ્દલ્ય્રણ છે, આઇપીએસ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે, પોતે વધુને વધુ પારદર્શિતા માટે પરામર્શ કરતા હતા ત્યારે પોલીસ દ્વારા જ પોલીસ હસ્તકના બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવા સૂચન થયેલ.