Connect with us

Gujarat

આવતીકાલે જુનીયર કલાર્ક પરીક્ષામાં સરકારનો લીટમસ-ટેસ્ટ : અભૂતપૂર્વ તૈયારી

Published

on

Govt's Litmus-Test in Junior Clerk Exam Tomorrow : Unprecedented Preparation

બરફવાળા

સરકારી ભરતીની પરીક્ષા પેપર લીક થયાની ડઝનેક ઘટના બાદની પ્રથમ પરીક્ષા સુખરૂપ પાર પાડવા જબરી કવાયત ; રાજયભરમાંથી હજારો એસટી બસ દોડશે: ખાસ ટ્રેન પણ દોડાવાશે ; પરીક્ષા કેન્દ્રો પર બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ દરેક ઉમેદવારની તસ્વીર ખેંચશે

3000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 9.54 લાખ ઉમેદવારો માટે વ્યવસ્થા : પરીક્ષા માટે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનીંગ અપાઈ : દરેક જિલ્લા-કલેકટર ખુદ નજર રાખશે : પેપર લીક ન થાય તે માટે એટીએસ અને પોલીસનું ખાસ ટ્રેસીંગ : કાલની પરીક્ષા સુખરૂપ પાર થાય તે માટે તંત્ર ઉંધા માથે

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓના પેપર લીક થવાના લગભગ 12 જેટલી ઘટનાઓ બાદ હવે આવતીકાલે લેવાનારી રાજય સરકારની જુનીયર કલાર્ક પરીક્ષા માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. પેપર લીકને કારણે ગુજરાત સરકારની બદનામી દેશભરમાં થઈ હતી અને તેના પગલે રાજય સરકાર દ્વારા પંચાયત પસંદગી મંડળના ચેરમેન તરીકે કાર્યક્ષમ અને પ્રમાણીક આઈપીએસ અધિકારી હસમુખ પટેલને નિયુક્ત કર્યા હતા અને તેમના અધ્યક્ષપદ હેઠળ આવતીકાલની પરીક્ષા ગુજરાત સરકારની પણ ‘પરીક્ષા’ લેશે તેવા સંકેત છે. પસંદગી સેવા મંડળ દ્વારા પેપર લીક ન થાય તે માટે અત્યંત ખાનગી રીતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને રાજયભરમાં 3 હજારથી વધુ કેન્દ્રો પર 9.54 લાખ ઉમેદવારો ગુજરાત સરકારમાં જુનીયર કલાર્ક બનવા માટે પરીક્ષા આપશે. રાજયમાં સૌપ્રથમ વખત સરકારી ભરતીની પરીક્ષામાં અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયભરમાંથી 3 હજાર જેટલી એસટીની બસો પરીક્ષાર્થીને તેમના સેન્ટર પર લાવવા લઈ જવા માટે દોડશે.

Govt's Litmus-Test in Junior Clerk Exam Tomorrow : Unprecedented Preparation

આ ઉપરાંત રેગ્યુલર ટ્રેન સેવા અને 40 જેટલી ખાસ ટ્રેનો પણ દોડાવવા રાજય સરકારે તૈયારી કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં અત્યાર સુધીના સૌથી વધુ સીસીટીવી પરીક્ષાખંડ અને બહારના વિસ્તારોમાં લગાવાયા છે એટલું જ નહી ડમી પરીક્ષાર્થીનો મુદો પણ બહાર આવ્યો છે અને તેથી કોઈ ડમી ઘુસી ન જાય તે માટે બોડી કેમેરા પહેરેલા પોલીસ કર્મચારીઓ ખાસ દરેક પરીક્ષાર્થીની તસ્વીર ખેંચશે અને તે ડેટા આગામી દિવસમાં પરીક્ષાર્થીના ડેટા સાથે મેચ કરાશે જેથી ડમી હશે તો તુર્ત જ ઝડપાઈ જશે. આ ઉપરાંત તમામ કેન્દ્ર પર વધારાના સુરક્ષા બંદોબસ્ત પણ લાદવામાં આવ્યા છે. પેપર ફુટે નહી તે માટે પેપરનું ટ્રેસીંગ ગુજરાત એટીએસ અને પોલીસદળ કરી રહ્યું છે અને પરીક્ષા પુરી થયા સુધી તે એકશનમાં રહેશે. આ ઉપરાંત રાજયના તમામ 32 જીલ્લાઓમાં 500થી વધુ ફલાઈંગ સ્કવોડ પણ સતત ફીલ્ડમાં રહેશે અને કોઈપણ સ્થિતિને તે સંભાળી લેશે. રાજયમાં સર્વપ્રથમ વખત સરકારી ભરતીની વ્યવસ્થામાં જીલ્લા કલેકટરથી લઈ મોટાભાગનું વહીવટીતંત્ર જોડાઈ ગયું છે. દરેક જીલ્લાઓમાં ગઈકાલે કલેકટરોએ પત્રકાર પરિષદ ભરી હતી અને તેઓએ ફુલપ્રુફ પરીક્ષા માટેની માહિતી આપી હતી. એટલું જ નહી સરકારે તે માટે ખાસ ટ્રેનીંગ સેશન પણ યોજવા હતા અને કર્મચારીઓને આ માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!