Sihor
બરફ શિવલિંગ ; સિહોરમાં શ્રાવણ માસ નિમિતે અમરનાથની માફક બરફના શિવલિંગના દર્શન યોજાયા
બ્રિજેશ
પટેલ ફાર્મ સોસાયટીમાં આવેલ વિશ્વાનાથ મહાદેવ ના મંદિરે બરફનું શિવલિંગ બનાવી અમરનાથના દર્શન થાય તેવી અનુભૂતિ
સિહોરમાં જુદા-જુદા સ્થળોએ શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે. અનેક મહાદેવના મંદીરોમાં ભગવાન ભોળાનાથને અલગ-અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવતો હોય છે. શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તેવું ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યા છે.
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનો મહિમા ખૂબ અપાર છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ સમગ્ર વાતાવરણ શિવમય બની જતું હોય છે.શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલે ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સિહોર પટેલફાર્મ સોસાયટી માં આવેલ વિશ્વાનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે વિશ્વનાથ યુવક મંડળ દ્વારા બરફના અમરનાથ મહાદેવ બનાવ્યા હતા.
આજુબાજુની સોસાયટીઓમાંથી મહાદેવજીના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. જેમાં બરફની પાટ પરથી ચાલીને બરફના અમરનાથ મહાદેવના દર્શનના લાભનો આનંદ માણ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ,બહેનો, માતાઓ અને નાના ભૂલકાંઓએ લાભ લીધો હતો.