Sihor
નવનાથના દર્શન માટે 33 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે ; સુનિલભાઇ ઓઝા
કુવાડીયા
વડાપ્રધાનના ખાસ વિશ્વાસુ સુનિલ ઓઝાએ સિહોરમાં નવનાથ મંદિરોના દર્શન કર્યા ; વડાપ્રધાન મોદીના અંગત અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા સિહોરની મુલાકાત વેળાએ નવનાથ બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર સહિત સ્થળોની મુલાકાત લીધી
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી સુનીલભાઇ ઓઝાએ ગોહિલવાડના ઐતિહાસિક સિહોરના નવનાથ મહાદેવની યાત્રા કરી હતી. તેઓએ આ ઉપક્રમને નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી છે. શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક તીર્થ નગરી સિહોરમાં શિવજીના નવ સ્થાનકો નવ નાથ મહાદેવ દર્શન માટે ભાવિકોમાં ખૂબ આસ્થા રહેલી છે, ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી સુનીલ ઓઝા ત્રણ દસકાથી આ પરંપરાગત યાત્રા દર્શનનો લાભ લે છે.
વારાણસી કાશીથી સુનીલ ઓઝાએ સિહોર આવી આ યાત્રા કરી પોતાની વાત કરતા આ ઐતિહાસિક ભૂમિની વંદના કરી અને છોટે કાશી સિહોરના નવનાથ મહાદેવની યાત્રાના નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી હતી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજે સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા.
નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ૨૦૧૪ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની મહત્વની ભૂમિકા રહી છે
નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે સિહોર મુલાકાત વેળાએ તેમણે કહ્યું હતું કે નવનાથના દર્શન માટે 33 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે.