Sihor
સિહોર તાલુકા મહિલા મંચ દ્વારા માનવ અધિકાર દિવસ ઉજવાયો

પવાર
- સિહોર અને ઉમરાળા તાલુકાની મહિલાઓ જોડાઈ, સમાજમાં મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને છુપી હિંસા બહાર આવે તેમાટે અપાયુ માર્ગદર્શન
મહિલા સ્વરાજ મંચ સિહોર અને ઉમરાળા તાલુકા દ્વારા સિહોર ટાઉન હોલ ખાતે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવેલ. મહિલા મંચ દ્વારા માનવ અધિકાર દિવસ યોજાયો. આ કાર્યક્રમ દરમ્યાન સમાજમાં મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને છુપી હિંસા બહાર આવે તે બાબત પર ભાર મૂકવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સિહોર અને ઉમરાળા તાલુકાના ગામોની બહોળી સંખ્યામાં જોડાઇ હતી, જે અંતર્ગત સિહોર પોલીસ સ્ટેશનથી ટાઉનહોલ સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ, સિહોર પોલીસ સ્ટેશન ખાતે સંગઠનના બહેનો દ્વારા જે જે ગામોમાં દારૂથી થતી હિંસાઓ અટકે અને મહિલાઓ પર થતાં અત્યાચાર ઓછા થાય તે અંગે આવેદનપત્ર રજૂ કરવામાં આવેલ. ટાઉનહોલ ખાતે પી.આઇ. ગૌસ્વામીએ બહેનોને ઘરેલું હિંસા અંગે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સ્વરાજ મંચ સંગઠનની બહેનો અને સિહોર પોલીસ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.