Sihor
કથાનુ કથન કરે એની જીભ અને જીવતર પવિત્ર થઇ જાય : પૂ. નરેશભાઈ શાસ્ત્રીજી
કુવાડિયા
સિહોર ખાતે ચાલતી ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ, શ્રી ચિથરીયા હનુમાનજી મંદિરના પટાંગણ હકડેઠઠ મેદની, ભક્તિમય અને ધર્મમય માહોલ વચ્ચે ચૌથો દિવસ સંપન્ન
કથાનુ કથન કરે એની જીભ અને જીવતર પવિત્ર થાય. કથાનું શ્રવણ કરે તે શ્રોતાઓના બળ ભાગ્ય છે. રામના ગુણ અનંત છે. રામકથાનો વિસ્તાર અનંત છે. જેના નિર્મળ વિચારો હશે તેને આવી અનંત દિવ્ય કથા આશ્ચર્ય નહી આપે તેમ પૂ.નરેશભાઈ શાસ્ત્રીજઈએ કથાના ચોથા દિવસે રસપાન કરાવતા જણાવ્યુ હતુ. સિહોરના આંગણે વહેતી-ગવાતી ભાગવત કથાના ચોથા દિવસે પુ.નરેશભાઈ શાસ્ત્રીના કંઠે જબરદસ્ત ધર્મમય માહોલમાં પ્રવેશી છે તેઓ કહે છે કે સનાતન ધર્મ જેવો કોઇ માનવ ધર્મ નથી માનસ કથામાં તુલસીદાસજીએ કથાના અનેક પ્રકારોને નિર્દેશ્યા છે.
કર્મ કથા, સમન્વય કથા, સીતા સ્વયંવર કથા, પંચ કથા, હરિ કથા, ઉમા કથા, પુર્વજન્મ કથા, ગંગા અવતરણ કથા, અહલ્યા ઉદ્ધાર કથા, નીજ કથા, વિશ્વામિત્ર કથા, વિરોધ કથા, પંથી-માર્ગીય કથા, ભુષુંડીની કથા, પુરાતન કથા, અંધ તપસ્વીની કથા, રામ વનવાસ કથા, ભરત કથા, રામ રાજય રસભંગની કથા, શીલની કથા, ચક્રસુત(જયંત) કથા, રાવણ કથા, સીતા હરણ કથા, દંત કથા, ચરિત્ર કથા, સાગર નિગ્રહ કથા, વિચિત્ર કથા, અદ્દભુત રસ ધરાવતી નવ રસ કથા, સુંદર કથા, વિવાદની કથા, શ્રોતાની કથા, શુભ કથા વગેરે 33 પ્રકારની કથા માનસમાં છે.
ગુરૂકૃપા હોય તો આ બધા વિષય ઉપર અભ્યાસુ સાધક કથા કરી શકે. એવા માનસના આ પુષ્પોને વીણી વીણીને એક માળા બનાવી શકાય એવી વિશાળ રામકથા છે. પરમહસો ધ્યાન છોડી હરિ કથા સાંભળે છે. આજની કથામાં સનાતન ધર્મ અને માનવ ધર્મની વાતો કરતા નરેશભાઈ શાસ્ત્રીજીએ સંદેશ આપ્યો કે સનાતન ધર્મ જવો કોઇ માનવ ધર્મ નથી.
બોક્સ..
આજે ચૌથા દિવસે વામન પ્રાગટય અને શ્રીરામ પ્રાગટય ઉજવાયો
શ્રીમદ ભાગવતજી શ્રી હરિ કૃષ્ણજીનું જ સ્વરૂપ છે જીવન કેમ જીવવું અને કેવી રીતે મૃત્યુ પામવું તે પણ શિખવે છે. સ્વધર્મ, સાંસારીક ધર્મ, સંન્યાસી ધર્મ, ત્યાગ વૈરાગ્ય ભક્તિ વગેરેનું જ્ઞાાન શ્રીમદ ભાગવતજી આપે છે. ભાગવતમાં એક બે નહીં પણ સાત સાત ગીતાનો સમુહ છે એમ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું. કથામાં રામજન્મ, વામન જન્મ વગેરેની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવી હતી. કથાનો લાભ અનેક ભાવિકો લઈ રહ્યા છે. આવતીકાલે શુક્રવારે કથા પાંચમાં દિવસમાં પ્રવેશ કરશે.
બોક્સ..
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે હિરેન પંડ્યા અને હર્ષાબેન બારોટના રાસગરબાએ ભારે રંગત જમાવી
સપ્તાહ દરમિયાન ત્રીજા દિવસે યોજાયેલા રાસ ગરબાની અદ્ભૂત રંગત જામી, હિરેન પંડ્યા અને હર્ષાબેન બારોટે કલાકોના કલાકો સુધી લોકોને જકડી રાખ્યા
સિહોરના શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગઇકાલે હિરેન પંડ્યા અને હર્ષાબેન બારોટના રાસગરબાએ ભારે રંગત જમાવી હતી સુપ્રસિદ્ધ કલાકાર હિરેન બારોટે એ મંચ પરથી જણાવ્યું હતું કે, ‘જેની કૃષ્ણ સાથે છે યારી, તે છે માલધારી’ અને માલધારીની કૃષ્ણ ભક્તિ સાથેના અનેક ભક્તિ ગીતો રજૂ કરીને સર્વે શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. એટલું જ માત્ર નહીં સાથે તાળીઓ પડાવીને અનેક ભજનો પણ ગવડાવ્યા હતા. હિરેન પંડ્યાએ ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ-ખોલ-ખોલ. નું ભજન ગાઇને સૌ શ્રોતાઓને ડોલાવી દીધા હતા, તેમજ સાથે સાથે તાળીઓ પડાવી ને કથા મંડપમાં ભક્તિ સભર રંગત લાવી દીધી હતી. કલાકો સુધી લોકોને જકડી રાખ્યા હતા