Gujarat
જન્માષ્ટમીનીની રજામાં હરો ફરોને મોજ કરો : સાતમ-આઠમ આવી : સહેલાણીઓ… રેડી… ગેટ… સેટ..ગો
પરેશ દુધરેજીયા
ગોવા, ઉદયપુર, જેસલમેર, કચ્છ, સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, સોમનાથ, જુનાગઢ રોપ-વે, વિગેરે જગ્યાએ જવા માટે લોકો તલપાપડ
કોરોના કાળ બાદ છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવાસન ઉદ્યોગ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. અને સમગ્ર વર્ષ દરમ્યાન લોકો રજાઓમાં કે ફ્રી ટાઇમમાં પોતાના ફેમિલી સાથે કે ગ્રુપ સર્કલમાં ફરવા નિકળી પડતા જોવા મળી રહ્યા છે. હરવા ફરવા બાબતે છેલ્લા એક દશકા દરમ્યાન લોકોની વિચારસરણીમાં આમુલ પરિવર્તન આવ્યું હોવાનું જોઇ શકાય છે. ફરવાના શોખીન સહેલાણીઓ દેશ-વિદેશમાં સતત નવા-નવા ડેસ્ટીનેશન્સ પણ શોધતા રહે છે. પંદરેક દિવસ પછી સાતમ-આઠમ આવી રહી છે ત્યારે જન્માષ્ટમીના આ તહેવારોને યાદગાર બનાવવા માટે સહેલાણીઓ પણ તલપાપડ બની ગયા છે
અને ‘‘રેડી-ગેટ- સેટ-ગો” સૂત્રને સાર્થક કરી ફરવા જવા માટે ઉત્સુક બની ગયા છે. ગોવા, ઉદયપુર, કુંબલગઢ, જોધપુર, જેસલમેર, કચ્છ, સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, સોમનાથ, ખોડલધામ, વીરપુર (પ.પૂ.જલારામબાપા), તુલસીશ્યામ, જુનાગઢ રોપ-વે, કેરાલા, બેંગ્લોર, મૈસુર, ઉંટી, કુર્ગ, અટાણી(બરોડા), હરીદ્વાર, ઋષિકેશ, પંચમઢી, નૈનિતાલ, માધવપુર ઘેડ, ચાંપાનેર, પાવાગઢ, સાપુતારા સહિતના પ્રખ્યાત જન્માષ્ટમી મેળો વિગેરે જગ્યાએ સાતમ-આઠમ દરમ્યાન લોકો હરીફરીને મોજ કરશે.