Gujarat
તા.30 ઓગષ્ટ- રક્ષાબંધનના દિને બેન્કો પણ બંધ રહેશે: ‘રજા’ જાહેર
દેવરાજ
આ રજાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર કરાઈ
ગુજરાત સરકારે તા.30ના રોજ રક્ષાબંધની રજા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર કરી છે. અગાઉ આ રજા રાજય સરકારની કચેરીઓમાં તથા અન્ય સરકારી જાહેર સાહસો અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ‘જાહેર રજા’ તરીકે ગણાવવામાં આવી હતી.
પરંતુ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ તે જાહેર થઈ નહી હોવાથી બેન્કો તથા વિમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ રક્ષાબંધનની રજા લાગુ પડતી ન હતી જેમાં રાજય સરકાર પાસે વ્યાપક રજુઆત થતા તે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ‘રજા’ જાહેર કરતા હવે બેન્ક વિમા સહિતના કર્મચારીઓને પણ તા.30ના રોજ ‘રજા’નો લાભ મળશે. આમ તા.30 ઓગષ્ટ બુધવારના રોજ બેન્કો પણ બંધ રહેશે.