Gujarat
કોરોનાનો લઈને ગુજરાત સરકારે જાહેર કર્યું એલર્ટ, આ તારીખે યોજાશે તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ
દેશમાં વધતા કોરોનાના કેસને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડાવીયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. આ બેઠકમાં કોરોનાના નવા વેરિયન્ટને ફેલાવતા અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનો નવો વેરિયન્ટ ખાસ કરીને સિનિયર સીટીઝન અને વિવિધ બીમારી ધરાવતા લોકો માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. જેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારે કોરોના ન ફેલાય તે માટે તમામ રીતે તૈયાર છે. રાજ્યની હોસ્પિટલમાં પણ કોરોનાનો લઈને તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આગામી 10 અને 11 તારીખે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રાઇલમાં અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેકામાં આવશે. જેમાં હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાનો જથ્થો અને સ્ટાફની માહિતી મેળવવામાં આવશે.
આ ઉપરાંત હોસ્પિટલમાં ખૂટતી સુવિધા ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકારે વેસીનના 3 લાખ ડોઝની માગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં 2 લાખ ડોઝ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી મળશે. હાલ રાજ્ય સરકાર પાસે વેસીનનો ડોઝનો જથ્થો ઉપલબ્ધ નથી પણ ટુક સમયમાં વેસીન ડોઝ પ્રાપ્ત થઈ જશે.