Gujarat
ગરમીમાં શેકાવા તૈયાર રહેજો : એપ્રિલ-મેમાં ભુક્કા બોલાવશે

પવાર
રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના : પારો ૩ થી ૪ ડિગ્રી ઉંચકાશે : ડબલ સિઝનનો માહોલ રહ્યા બાદ હવે હવામાન : વિભાગ દ્વારા કરાઇ હિટવેવની આગાહી
રાજયમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત્ કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ અને કરાના કારણે બદલાતો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજયમાં હાલ વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જલ્દી જ કમોસમી વરસાદથી ગુજરાતને આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની સંભાવના છે. પરંતું આ બાદ આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.
ગરમીની આગાહી કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૩ થી ૪ ડિગ્રી વધશે. આગામી દિવસોમાં તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધશે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે હાલ ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે. ગુજરામાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલું જ નહિ, માર્ચ મહિનામાં પારો ૪૦ ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો ૪૪દ્મક ૪૫ ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.