Connect with us

Sihor

સિહોરની ગોપીનાથજી કોલેજ આસપાસના વિસ્તારો માટે શિક્ષણનું ધામ બની છે ; જીતુભાઇ વાઘાણી

Published

on

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

દેવરાજ

  • રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી: હરીફાઇના યુગમાં શિક્ષણની તમામ ક્ષેત્રે આવશ્યકતા : સિહોર ગોપીનાથજી કોલેજ સમગ્ર જિલ્લામાં શિક્ષણ માટે પ્રેરણાસ્ત્રોત : જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોપીનાથજી મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિક ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા

ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ગોપીનાથજી મહિલા કોલેજ ખાતેના વાર્ષિક ઉત્સવમાં જણાવ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શકય નથી. આજના હરિફાઇ સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે ત્યારે યુવાશકિત શિક્ષણ દ્વારા સ્વાવલંબનથી સમાજ-રાષ્ટ્ર-રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે.

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

જીતુભાઇ વાઘાણી, કૌશિકભાઈ ભટ્ટ, નીતિન દેસાઈ, વર્ષા દેસાઈ, રમેશભાઈ રાઠોડ, મિલન કુવાડિયા, દિલીપભાઈ જોષી, યોગેશભાઈ જોષીની ઉપસ્થિતીમાં સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના વાર્ષિક ઉત્સવના આજના બીજા દિવસે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું, સિહોર ખાતે આવેલ રમેશભાઈ રાઠોડની નામાંકિત શિક્ષણિક સંસ્થા ગોપીનાથજી મહિલા કોલેજ છેલ્લા વર્ષોથી શિક્ષણની જ્યોત જલાવી રહી છે.બે દિવસના વાર્ષિક ઉત્સવ દરમિયાન આજના બીજા દિવસે જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સંસ્થાની કાર્ય પદ્ધતિ બિરદાવી આગળ જણાવ્યું હતું કે રમેશભાઈ રાઠોડે ગોપીનાથજી કોલેજની શરૂઆત કરી સરસ્વતીની સરવાણી  આ સંસ્થાએ વહેતી કરી છે .

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

આગળ જણાવ્યું હતું કે સમાજ, રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા છે. શિક્ષણમાં સમયની સાથે શિક્ષણકાર્ય થવુ જરૂરી છે. ટેકનોલોજી અને અદ્યતન શિક્ષણ રોજગારીનું સર્જન કરે છે, ગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા છેલ્લા વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. શિક્ષણની જ્યોત જલાવી ગોપીનાથજી કોલેજ આસપાસના વિસ્તારો માટે શિક્ષણનું ધામ બની છે.

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

gopinathji-college-in-sihore-has-become-a-hub-of-education-for-the-surrounding-areas-jitubhai-vaghani

અહીં શિક્ષણમાં વિશેષ કામ થઇ રહ્યું છે. અને સાથે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ શિક્ષણ ક્ષેત્રે મળી રહી તે માટે સરકાર અગ્રતાપુર્ણ કામ કરી રહી છે. તેઓએ આગળ કહ્યું હતું કે મોંઘીદાટ સ્પર્ધાત્મક પરીક્ષાનો હવે ટૂંક સમયમાં અંત આવશે રાજ્યસરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન પારંગત શિક્ષકો અને ટ્રેનરો દ્વારા શિક્ષણ માટેની વ્યવસ્થાઓને આખરી ઓપ દેવાય રહ્યો છે, ટૂંક સમયમાં સરકાર ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા જઈ રહી છે અહીં કાર્યક્રમમાં બે દિવસ દરમિયાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

Advertisement
error: Content is protected !!