Politics
ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર સાધ્યું નિશાન! જાણો શું કહ્યું?
કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શનિવારે પોતાની પૂર્વ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજકીય હરીફો સાથે મળવા અને વાત કરવાથી તેમના ડીએનએ ફરી જતા નથી. તેમણે પ્રહાર કરતા આગળ કહ્યું કે, ગત વર્ષે રાજ્યસભામાં તેમના વિદાય સમારંભ પર 22 પાર્ટીના સાંસદોએ મારા વિશે વાત કરી હતી. પણ પીએમ મોદીએ જે કહ્યું કે, ફક્ત તેને જ લાઈમલાઈટમાં લેવામાં આવ્યું. ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા રાજધાની દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આવી હતી.
તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, જો આપ અન્ય રાજકીય પાર્ટીઓના લોકોને મળો છો, અને વાત કરો છો, તો આપના ડીએનએ નથી બદલાઈ જતાં. આ દરમિયાન અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજકાલ રાજકીય દળ યુદ્ધમાં લાગી ગયા છે.
રાજ્યસભાથી વિદાયના અવસરે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ભાવનાત્મક ભાષણને યાદ કરતા પૂર્વ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, આ એક પરંપરા છે કે બે વર્ષમાં 1/3 સભ્ય રાજ્યસભામાં સેવાનિવૃત થાય છે અને તે અવસર પર અલગ અલગ પાર્ટીના સાંસદો ભાષણો આપે છેસ પણ લાગે છે કે ભારતની મીશ્રિત સંસ્કૃતિ છેલ્લા કેટલાય વર્ષોમાં બદલાઈ ગઈ છે.