Talaja
વરતેજ પોલીસના હાથે યુવક-યુવતિ સહિત ચાર લોકો લૂંટનાં ગુન્હામાં ઝડપાયા
પવાર
ઝડપાયેલ ચાર પૈકી યુવતિ એલ.એલ.બીનો અભ્યાસ કરે છે : ત્રણ આરોપી મહુવાના : આરોપીઓ ગુજરાતી કોમેડી ચેનલ પણ ચલાવતા હતાં
તળાજાના રાળગોન ગામની એક વૃદ્ધા સહિત બે મહિલાઓ નજીકમાં આવેલ જ્ઞાન મંજરી સ્કૂલ ખાતે વહેલી સવારે રસોઈ બનાવવા પગપાળા જતા હતા.તે સમયે સફેદ કલરની નીકળેલ ઇકો કારમાં લિફ્ટ માગી હતી.કારમાં ત્રણ પુરુષ અને એક મહિલા બેસેલ હતા.તે પૈકી ના પુરુષો એ બંને મહિલાને છરીઓ બતાવી ને મહિલાએ પહેરેલ સોનાના ઘરેણા ની લૂંટ ચલાવી હતી.જેના આરોપીઓ ને નાકા બંધી કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ના આધારે ઝડપી લેવામાં વરતેજ પોલીસ ને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓ મહુવાના રહેવાસી છે.જોકે હાલ તેઓ તળાજા ખાતે રહે છે.એક સગીર આરોપી છે. ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ તળાજા ના રાળગોન ગામે રહેતા નંદુબેન જેરામભાઈ (ઉ.વ.60) એ નોંધાવેલી તળાજા પોલીસ મથકમાં ફરિયાદ મુજબ ગઈકાલેે સવારે છ વાગે પોતાના ગામના માનકુવરબા સુખદેવસિંહ સાથે નજીકમાં આવેલ જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે રસોઈ બનાવવા જતા હતા. એ સમયે પસાર થતી ઇકો કાર નીકળતા તેમાં બેસી ગયા હતા.કારમાં ચાર વ્યક્તિ હતા.જેમાં એક ચાલક,તેની બાજુમાં મહિલા,એક વચ્ચે ની સીટ મા પુરુષ અને પાછળ ની સીટમાં એક પુરુષ હતો. ગુન્હો આચરવાના ઇરાદે જ કારમાં ગોઠવણ મુજબ બેઠા હતા.મહિલાઓ ને છરી બતાવી ને પહેરેલ ઘરેણા સહિત કીમતી વસ્તુ કાઢી આપો નહિતર જાન થી મારી નાખીશું ની ધમકી આપેલ.જેને લઇ નંદુબેન એ પહેરેલ સોનાનો વેઢલો અને માનકુવરબા એ પહેરેલ સોનાની બુટ્ટી મળી કુલ 55000/- ની કિંમત ના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવી હતી.બાદ બંને મહિલાઓને ઠળિયા ગામ નજીક આવેલા નાલામાં ઉતારી દીધેલ હતી.
જેને ફરિયાદ વહેલી સવારે તળાજા પોલીસ મથકે કરવામાં આવતા તળાજા પોલીસે અજાણ્યા ઇસમે વિરુદ્ધ ગુનો દાખલ કરી જિલ્લા ભરમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસ એલર્ટ બની હતી. જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી જેના ફળ સ્વરૂપે વરતેજ પોલીસને મહિલા સહિત લૂંટારો ગેંગના ચાર સભ્યો મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ નાનજીભાઈ (ઉ.વ.26), ધંધો ફોટોગ્રાફી મૂળ ગામ મહુવા ની જાદરા હાલ રામપરા રોડ બાપાસીતારામ હોસ્પિટલ ની બાજુમાં તળાજા, અનિલ ભરતભાઈ ઉ.વ 22 ધંધો ફોટોગ્રાફી રે મોટા જાદરા, તા મહુવા, જાનવી કુંદનભાઈ ઉ.વ 22 અભ્યાસ કકઇ મૂળ ગામ વાસી તળાવ લાતી બજાર મહુવા હાલ રામપરા રોડ તળાજા, જ્યારે ચોથો આરોપી માખણીયા ગામનો સગીર છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ ગુજરાતી કોમેડી ચેનલ ચલાવતા હતા. તેઓ એક સંસ્થા પણ ચલાવતા હતા આ સંસ્થા દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને મકાન બનાવી દેવું ભોજન સહિતનું દાન આપવું જેવી માનવીય પ્રવૃત્તિ કરતા હતા.