Sihor
સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામે લોક ગાયક માયાબેન દુધરેજીયાએ મુલાકાત લીધી
દેવરાજ
સમગ્ર રાજ્યમાં લોક ગાયક તરીકે વિખ્યાત કલાકાર માયાબેન દુધરેજીયા દ્વારા શિવ નેચરલ ક્લબની મુલાકાત લીધી છે સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામે ગુજરાતનું વિખ્યાત નામ એવું લોક ગાયિકા માયાબેન દુધરેજીયા દ્વારા શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પક્ષી બચાવો અંતર્ગત જે પક્ષીના માળા અને કુંડાઓનું ગામે ગામ જે વિતરણ કરી રહ્યા છે તેવા શિવ નેચરલ ક્લબ એન્ડ સેરીટેબલ ટ્રસ્ટના સભ્યોની આ લોક ગાયિકા માયાબેન દુધરેજીયા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી
આગામી દિવસોની અંદર પક્ષી બચાવો અભિયાન ની અંદર જ્યાં પણ મારી જરૂરિયાત ઊભી થાય ત્યાં ગમે ત્યારે હું શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને ઉપયોગી બનીશ તેવી માયાબેન દુધરેજીયા દ્વારા ખાતરે આપવામાં આવી હતી અને આ શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી લતાબેન ભટ્ટ દ્વારા માયાબેન દુધરેજીયા ને પક્ષીના માળા અને કુંડા આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે માયાબેન દુધરેજીયા દ્વારા શિવ નેચરલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના દરેક સભ્યોને જ્યાં કામગીરી કરી રહ્યા છે તેને ખૂબ બિરદાવવામાં આવ્યા હતા