Sihor
સિહોર લાયન્સ કલબ દ્વારા સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો – મોટી સંખ્યામાં બાળકોને ટીપાં પીવડાવાયા

Devraj
સિહોર લાયન્સ કલબ આયોજિત અને સ્વ કલાબેન નવનિતરાય કળથીયા પરિવારના સહયોગ થી બાળકો ને સુવર્ણપ્રાશન ટીપાં પીવરાવવાનો કેમ્પ તારીખ 25- 5- 23ને ગુરૂવાર ના રોજ સવારે 9.30 થી 12 સુધી શહેરમાં બે સ્થળોએ રાખવામાં આવેલ. સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ એ પ્રાચિન શાસ્ત્રોક્ત જડીબુટ્ટી માંથી બનાવેલ ઔષધ છે. તેના ગુણો આયુર્વેદ મા અમૃત સમાન કહેવાયા છે.
અને તેમા પણ પુષ્પ નક્ષત્રમા પાવામા આવે તો તેની અસર દસ ગણી વધુ આવે છે. વૈશાખ સુદ સાતમ ને ગુરૂવાર ના રોજ પુષ્પ નક્ષત્ર છે તો સિહોર ની આમ જનતા ને બાળકો ના સર્વાંગી વિકાસ માટે આ સુવર્ણ પ્રાશન ડ્રોપસ પાવામા આવ્યા હતા જેમાં ડોક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક ક્લબ ઓફ સિહોરના પ્રમુખ પ્રદીપભાઈ વગેરે હાજર રહ્યા હતા અને બાળકોને ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા હતા.