Sihor
સિહોરની એન.ડી.નકુમ નર્સિંગ કોલેજમાં સિહોર નગરપાલિકાનાં ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફ્ટી બાબતે ટ્રેનિંગ આપવામાં આવી
પવાર
ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યનાં તમામ કોમર્શિયલ અને સાર્વજનિક બાંધકામો પર ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ ફરજિયાત કરવામાં આવે છે. આ તમામસ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા આપાતકાલીન સમયમાં બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ત્યારે સિહોર નગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા પણ સિહોરની સરકારી કચેરીઓ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના બિલ્ડિંગો ખાતે ફાયર સેફ્ટીની ટ્રેનીંગનું આયોજન થઈ રહ્યું છે,
આ અનુસંધાને આજે સિહોરની એન.ડી.નકુમ નર્સિંગ કોલેજ ખાતે ત્યાંના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે આગ લાગે તે સમયે ધ્યાને લેવાતાં પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, કોલેજમાં લગાવાયેલા ફાયર સેફ્ટીને લગતા વિવિધ સાધનો અને તેનો આગ સમયે યોગ્ય ઉપયોગ થાય, પરિણામે ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે ટ્રેનીંગ આપવામાં આવી હતી.
ઉપરાંત ફાયરના સાધનો કેવી રીતે ઝડપથી ખોલીને તેનો ઉપયોગ કરવો તેનું પ્રેક્ટિકલ કરીને પણ બતાવવામાં આવ્યું હતું, નગરપાલિકાના ફાયર ઓફિસર કૌશિકભાઈ રાજ્યગુરૂ અને તેમની ટીમ દ્વારા સરકારના આદેશ પ્રમાણે સિહોરની વિવિધ શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય સંસ્થાઓ પર જઈને આપતી ટ્રેનીંગ દ્વારા આપાતકાલ સમયે આગ સામે લડવા માટે ગ્રાઉન્ડ પરના લોકોને ખૂબ મદદરૂપ થશે તેટલું ચોક્કસ છે.