Sihor
સિહોર ભાવનગર હાઇવે ઉપર ફરી એજ જગ્યાએ ખાડો પડ્યો
પવાર
- ભ્રષ્ટાચારિઓ ક્યારે સુધરશે… ?
- અગાઉ સિહોર પ્રાંત અધિકારી દ્વારા માથે ઉભા રહીને કરાવ્યું હતું સમારકામ
ખરાબ રસ્તાઓ અંગે જોવા જઈએ તો હવે એ સમાચાર લખવામાં પણ શરમ આવે છે. ગયા વર્ષે અને એ પેલાના વર્ષે જ્યાં વરસાદી ખાડાઓ પડ્યા હતા તેજ જગ્યા ઉપર આજે એજ ખાડાઓ દેખાય છે. તંત્ર દ્વારા જેમ પોલીસને ઉભા રાખીને ટ્રાફિક ના નિયમો ઉપર રૂપિયા ખખેરવા ઉભા રાખી દેવામાં આવે છે એવા જ કડક કાયદાઓ હવે રોડ બનાવનાર અને રિપર કરનાર કોન્ટ્રાક્ટર માટે લાવવાની તાકીદે જરૂર છે. ભાવનગર સિહોર સ્ટેટ હાઇવે રોડ ખોડીયાર મંદિર પાસે આવેલ ભયંકર મોત નો ખાડો ફરી ગયો છે છતાં એ અંગે પાકું કામ કરવા તંત્ર કેમ નિષ્ક્રિય બની રહ્યું છે
તે અંગે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભાવનગર સિહોર વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ એવા રાજપરા ખોડીયાર મંદિર પાસે આવેલ એક ખાનગી ફેકટરી પાસે જે ભયંકર મોત ના ખાડો છેલ્લા ઘણા સમયથી છે.સિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા દ્વારા આ રોડ નું પોતાની હાજરી માં સમારકામ કરાવાયુ હતું પણ પરિસ્થિતિ જેવી છે તેવી જ રહી ગઈ છે. આ બાબતે સ્ટેટ હાઇવે ઓથોરિટી આ બાબતે ભાવનગર સિહોર હાઇવે રોડ નું ક્યાં કારણોસર રોડ રીકાર્પેટ કે રીપેરીંગ કરવામાં નથી આવતું છાશવારે આ વિસ્તારમાં નાના મોટા વાહનો ખાડા ફસાયા હોય છે તો અંધારપટ માં આ ખાડા ને લઈ અકસ્માત નોતરી શકે છે આ બાબતે તંત્ર દ્વારા ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે તેવા પ્રશ્ન લોકો ના મુખે જોવા મળી રહ્યા છે.