Bhavnagar
ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં અને રહેણાક મકાનમાં આગ લાગી : ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
પવાર
ભાવનગર શહેરના અલગ-અલગ બે વિસ્તારમાં આગના બે બનાવો બન્યા હતા. શહેરના કુંભારવાડા વિસ્તારમાં અને મામાકોઠા રોડ પર આગના બનાવો બન્યા હતા, જેમાં પહેલો બનાવ પ્લાસ્ટિકની ફેકટરીમાં તથા બીજો બનાવ એક રહેણાંકી મકાનમાં બન્યો હતો. બંને ઘટનાઓમાં ફાયરબ્રિગેડે સ્થળપર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગત મોડીરાત્રીના કુંભારવાડા મોક્ષમંદિર પાછળ આવેલ શાંતિનગરમાં પ્લાસ્ટિક રિ સાયકલિંગની ફેક્ટરીમાં અચાનક આગ ભુભકી ઉઠી હતી, આ અંગે તાત્કાલિક ફાયરવિભાગેને જાણ કરતા તત્કાળ ઘટના સ્થળે પહોંચી બે ગાડી પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો, કુંભારવાડા વિસ્તારમાં આવેલ જયદીપ પ્લાસ્ટિક રી પ્રોસેસિંગ નામની ફેક્ટરીના માલિક દિનેશભાઈ મકવાણાની માલિકી ફેક્ટરીમાં આગ લાગી હતી, આગનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.
બીજા બનાવમાં શહેરના મામાકોઠા વિસ્તારમાં આજે સવારે 9:30 આસપાસ મામા કોઠા રોડ પર આવેલ ન્યાયાધીશ વાળા ખાંચામાં આવેલ એક રહેણાકી મકાનમાં આગ લાગી હતી, આગે ફાયર બ્રિગેડને જાણ કર્યા હતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાને દોડી જઈ એક ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, ઇન્દુબેન લાલજીભાઈ મકવાણાની માલિકીની મકાનમાં આગ લાગી હતી, આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી આગનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.