Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લાના 183 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ ; તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Published

on

Examination completed in a peaceful atmosphere at 183 examination centers of Bhavnagar district; The system breathed a sigh of relief

દેવરાજ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનીયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ભાવનગર કલેક્ટર, ડીડીઓ તથા એસપી સહિતના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તથા જરૂરી સૂચનાઓ આપી હતી. ભાવનગર જિલ્લાના 183 પરીક્ષા કેન્દ્રોના 1847 વર્ગખંડોમાં બપોરે 12:30 થી 1:30 સુધી પરીક્ષા યોજાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહાલોમાં પરીક્ષા યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં 4 ઝોન બનાવવામાં આવેલ છે, જેમાં ભાવનગર શહેરી/ગ્રામ્ય વિસ્તાર માટે 2 ઝોન અને મહુવા ખાતે 1 અને પાલીતાણા ખાતે 1 ઝોનનો સમાવેશ કરેલ છે. રાજયકક્ષા તરફથી ફાળવવામાં આવે પરીક્ષાલક્ષી ખાનગી સાહિત્ય દરેક ઝોન કક્ષાએ તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં સીલબંધ સુરક્ષામાં CCTVની નિગરાની હેઠળ રાખવામાં આવ્યું છે, દરેક સ્ટ્રોંગરૂમ ઉપર રાઉન્ડ ધ કલોક હથીયારધારી SRP નો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Examination completed in a peaceful atmosphere at 183 examination centers of Bhavnagar district; The system breathed a sigh of relief

સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે દરેક ઝોનનાં સ્ટ્રોંગરૂમ ઉપરથી પ્રશ્નપત્ર અને ઓએમઆરના સીલબંધ બોક્સ રૂટસુપરવાઇઝર અને હથિયારધારી ગાર્ડ મારફતે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે 57 રૂટ સુપરવાઇઝર અને મદદનીશની નિમણૂક કરવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્ર ખાતે સુરક્ષા અને ઉમેદવારોનાં ફ્રીસ્કીંગ માટે 5થી 6ની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. દરેક કેન્દ્રો ખાતેનાં દરેક વર્ગખંડો માં સી.સી.ટી.વી. રાખવામાં આવેલ છે આ સીસીટીવીનું લાઇવ વ્યુવીંગ કરવા માટે એક CCTV ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલ છે તે પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડોનું સ્ક્રિન ઉપર સતત લાઇવ નિરીક્ષણ કરશે. દરેક પરીક્ષાકેન્દ્રની સમગ્ર કામગીરી તથા દેખરેખ માટે કેન્દ્ર ઉપર કેન્દ્ર નિયામક અને નિરીક્ષણ માટે બોર્ડ પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવેલ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!