Talaja
તળાજાના પીંગળી ગામે ડબલ મર્ડર ; દંપતીને કરપીણ રીતે રહેંસી નાખવામાં આવ્યું ; જિલ્લાભરમાં ચકચાર
પવાર બુધેલીયા
- પીંગળી ગામે દંપતિની હત્યાની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર, કારડીયા રાજપૂત શીવાભાઇ મોતીભાઇ રાઠોડ (ઉ.વ.૫૨) અને વસંતબેન શીવાભાઇ રાઠોડ (ઉ.વ.૪૮)ની લૂંટના ઇરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ
તળાજા પંથકમાં બેવડી હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પીંગળી ગામે પતિ- પત્નીની ઘાતકી હત્યા કરી આરોપીઓ નાસી છૂટતા પોલીસના ઘટના સ્થળે દોડી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. તળાજા તાલુકાના પીંગળી ગામમાં રહેતા કારડીયા રાજપૂત શીવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉ.વવ.૫૨ તથા વસંતબેન શીવાભાઈ રાઠોડ ઉ.વ ૪૮ની ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. મરનાર શીવાભાઈને ૩ દીકરા છે જેમાં વિજયસિંહ અમરેલી જેલ પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે તેમજ સંજયસિંહ પાલીતાણા ખરે આરોગ્ય વિભાગમાં છે અને યુવરાજસિંહ સુરત ખાતે છે. લૂંટના ઇરાદે પતિ -પત્નીની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.અંગે વધુ વિગતો મેળવાઈ હોય છે.
પીંગળી ગામ ખાતે ડબલ મર્ડરની ઘટના થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં ૫૨ વર્ષીય શિવાભાઈ મોતીભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની વસંતબેન શીવાભાઈ રાઠોડનું મોત નિપજ્યું છે. હાલ જે પ્રકારે મૃતદેહ જોવા મળી રહ્યા છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કોઈએ ઘરમાં ઉંઘી રહેલા દંપતી પર તિક્ષણ હથિયારના ઘાનો મારો ચલાવી બંનેને મોતને ઘાટ ઉતારી દિધા છે. શિવાભાઈના માથા, ચહેરા અને હાથના ભાગે રહેલી ઈજાઓ પરથી જણાય છે કે હત્યારાઓએ નિર્દયી રીતે તેમના પર ધારીયા જેવા હથિયાર વડે ઘા માર્યા છે. જ્યારે વસંતબહેનના પેટના ભાગને હત્યારાઓએ હથિયારથી ફાડી નાખ્યો હોય તેમ જણાય છે. જેના કારણે વસંતબહેનના પેટના આંતરડા પણ બહાર નિકળી ગયા છે.
ઘટના સ્થળે જે પ્રકારે શિવાભાઈ અને વસંતભાઈના મૃતદેહ જોવા મળી રહ્યા છે તેને જોતા જણાય છે કે હુમલાખોરે પહેલા શિવાભાઈ પર હુમલો કર્યો હશે. આ હુમલાના કારણે વસંતબેન ઉઠી ગયા હશે અને હુમલાથી બચવા પ્રતિકાર કરવા બેઠા થયા હશે તે સાથે જ હુમલાખોરે તેમને પણ હથિયારો વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધા હશે. મળતી વિગતો અનુસાર દંપતી ત્રણ સંતાનો ધરાવે છે અને પીંગળી ગામ ખાતે વાડી વિસ્તારમાં રહે છે. જેમાં તેમનો એક પુત્ર પોલીસ વિભાગમાં જ્યારે અન્ય એક પુત્ર સંજયસિંહ પાલીતાણા આરોગ્ય આરોગ્ય વિભાગમાં નોકરી કરી રહ્યો છે. હાલ પોલીસ આ હત્યા કોણે કરી, શા માટે કરી અને કેવી રીતે કરી તે દિશામાં તપાસ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.