Vallabhipur
વલ્લભીપુરમાં અરજદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નો હલ કરતા જિલ્લા કલેકટર

પવાર
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. હાલ આ કાર્યક્રમના સફળ 20 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી થઇ રહી છે.
જે અંતર્ગત ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી આર.કે. મહેતાના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વલ્લભીપુર તાલુકાનો ’સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ હતી જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને વલ્લભીપુર તાલુકાના યોજાયેલ ’સ્વાગત કાર્યક્રમ’માં કુલ 67 જેટલી અરજીઓ મળી હતી.
જે સંદર્ભે કલેક્ટરએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું અને મોટાભાગની અરજીનો સ્થળ પર જ તાત્કાલિક સકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો.
ઉપરાંત આ કાર્યક્રમમાં વલ્લભીપુરના મામલતદાર બી.એન. કણઝરીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.