Vallabhipur
વલ્લભીપુરના પીપળ ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ચાલતી શ્રી રામ ચરિત માનસ કથાનું રસપાન લોકો કરી રહ્યા છે

દેવરાજ
વલ્લભીપુરના પીપળ ગામે પરમ પૂજ્ય ભક્ત શ્રી હમીર ભગત તથા સમસ્ત સેવક સમુદાય પરિવાર દ્વારા શ્રી કેરડીયા હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં શ્રી રામ ચરિત માનસ કથાનું ભવ્ય આયોજન થયું છે, વલ્લભીપુરના કાનપુર ગામ પાસે આવેલા પીપળ ગામે શ્રી કેરડીયા હનુમાનજી મહારાજ આયોજિત રામ ચરિત માનસ કથાનો આજે સાતમો દિવસ હતો. જેમાં અલગ અલગ દિવસે રામકથા નુ રસપાન વક્તા શ્રી ભરતદાસબાપુ ગોંડલીયા વાવ વાળા દ્વારા રામચરિત્ર કથા નું રસપાન કરાવી રહ્યા છે.
તેમજ રોજ અલગ અલગ દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરા અને ડાક ડમરુના પણ ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા. આ રામ ચરિત માનસ કથાની અંદર શબરીની ઝુપડીએ રામ લક્ષ્મણ પધાર્યા વગેરેના વેશભૂષા તેમજ પાત્રો ભજવવામાં આવ્યા હતા. આ રામચરિત્ર કથા ની અંદર સમસ્ત સેવક સમુદાય પીપળ ગામ દ્વારા શ્રી કેરડીયા હનુમાનજી મંદિર ખાતે તારીખ ૩૧/૩/૨૩ ના રોજ રામચરિત્ર કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તારીખ ૮/૪/૨૩ ની શનિવારના રોજ કથાનો વિરામ લેશે ત્યારે કેરડીયા હનુમાનજી મંદિરના મહંત પૂજારીએ હમીર ભગત દ્વારા તેમજ સેવક સમુદાય દ્વારા ખૂબ જ જહેમતથી અને મહેનત કરીને આ રામચરિત્ર માનસ કથા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોએ તન મન અને ધનથી ખૂબ સહયોગ આપ્યો છે