Bhavnagar
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા ડીમોલેશનનું કાર્ય હાથ ધરાયુ

દેવરાજ
આજે શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં કમિશનરે જાતે ઉભા રહી કરાવ્યું ડીમોલેશન ; અનેક દબાણો દુર કરી રસ્તાઓ કરાવ્યા ખુલ્લા ; સવારે ૬ વાગ્યાથી કમિશનર રખડતા પશુઓ, ટ્રાફિકને અડચણરૂપ કેબિનો, રોડ પરના ખાડાઓ વગેરેની સમસ્યાને કરાવી રહ્યા છે દુર. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સાંઢીયા વાડ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, મનપા કમિશનર દ્વારા છેલ્લા પાંચ દિવસથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ લારી,ગલ્લા, કેબિનો ને દુર કરવામાં આવ્યા હતા
મનપા કમિશનરે લોકો દ્વારા વારંવાર થઈ રહેલી ફરિયાદો ના પગલે શહેરના અલગ અલગ વિસ્તારની સમસ્યા મુજબ કામગીરી શરૂ કરી છે, જેમાં રખડતા પશુઓ, ટ્રાફિકને અડચણરૂપ કેબિનો, ડ્રેનેજ, રોડ પરના ખાડાઓ વગેરેની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, વહેલી સવારે 6 વાગ્યાથી કમિશનર પોતે ઉપસ્થિત રહી કામગીરી કરાવતા હોવાથી સગા, વ્હાલા ની નીતિ કામ આવતી નથી અને લોકોની સમસ્યા દૂર થઈ રહી છે જેના કારણે લોકો પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીને વિરોધ કર્યા વગર સહકાર આપી રહ્યા છે, કમિશનરે જણાવ્યું હતું કે શહેરના તમામ વિસ્તારો ને આવરી લેવામાં આવશે. જ્યાં પણ દબાણ હશે એ દૂર કરાશે તેમજ કોર્ટ ના સ્ટે ધરાવતી કેબિનો પણ નિયત સ્થળ પર નહિ હોય તો તેને પણ હટાવી દેવામાં આવશે.