Connect with us

Bhavnagar

ભાવનગરમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ઠૂંઠવાયા ; લોકો તાપણાનો સહારો લેવા મજબૂર

Published

on

in-bhavnagar-the-temperature-reached-12-degrees-the-city-dwellers-were-stunned-people-are-forced-to-resort-to-heat

પવાર

ભાવનગરમાં શિયાળાની જમાવટ બાદ તાપમાનમાં સરેરાશ દોઢથી બે ડિગ્રી વધઘટ થતા ઠંડીનો જોર ફરી વધ્યું છે. બે દિવસથી ભાવનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો આશરે બે ડિગ્રી વધઘટ થતા ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. જેમાં બે દિવસ પહેલા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે આજે 12 ડિગ્રી પહોંચી જતા ફરી વખત ઠંડીનો જોર વધ્યું હતું, કાતીલ પવનોના કારણે દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરી રાખવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર હજી વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં આજરોજ 12 ડિગ્રી તાપમાન અટકતા ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું.

in-bhavnagar-the-temperature-reached-12-degrees-the-city-dwellers-were-stunned-people-are-forced-to-resort-to-heat

ભેજનું પ્રમાણ પણ વધીને 63 ટકાએ પહોંચ્યું હતું. તો પવનની ઝડપ 14 કી.મી.ની પ્રતિ કલાક રહેવા પામી હતી, ઉત્તરપૂર્વીય વિસ્તારમાં ટાઢાબોળ પવનોના કારણે ભાવનગરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગઈકાલ સાંજથી જ શીતલહેરના કારણે લોકોની અવરજવર ઘટી હતી, જેના કારણે બાળકો, મહિલા, વૃદ્ધોની મુશ્કેલી વધી છે, છેલ્લા બે દિવસથી શરીરને હૂંફ આપવા માટ તાપણાઓ શરૂ થઈ ગયા છે. કામવગર બહાર નિકળવાનુ લોકો ટાળી રહ્યા છે. હવામાન વિભાગ દ્રારા જણાવ્યું મુજબ આજે લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને ભેજ 63 ટકા તથા પવનની ગતિ 14 કી.મી રહેવા પામી હતી.

error: Content is protected !!