Talaja
સિહોરના વરલથી નાની માંડવાળીને જોડતો 1.5 કિમીના માર્ગને ડામર બનાવવાની માંગ
બ્રિજેશ
ગ્રામજનો દ્વારા રજુઆત : તળાજા તાલુકાના નાની માંડવાળી ગામને સિહોર તાલુકાના વરલ સાથે જોડતા અંદાજે ૧.૫ કિમી કાચા રસ્તાને હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવો બનાવવામા આવેલ ભદ્રાવળ.નં૩ થી વરલ રોડ સાથે જોડવામાં આવે તો નાની માંડવાળી ગામના લોકોને દવાખાના ના કામે તથા ખેતીના પાકોના વેચાણ માટે સિહોર ભાવનગર યાર્ડમા જાવા માટે તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરીયાતો હિરાના કારીગરો ખેડૂતોને આ રસ્તો ખુબજ ઉપયોગી થાય તેમછે કારણ કે અમારૂ નાની માંડવાળી ગામ છેવાડાનુ અને બે તાલુકા વચ્ચે આવેલુ હોય અમારે શીહોર તાલુકાનુ વરલ ટાણા ગામ વધારે નજીક આવેલા છે અને મોટા ગામ હોવાથી મોટી હાઇસ્કૂલ મોટા દવાખાના હિરાના કારખાના તથા ખેતીના એગ્રો સેન્ટર અને છુટક હટાણા જેવી સુવિધા માટે ખૂબજ નજીક પડેછે અને સિહોર તથા જિલ્લા મથક ભાવનગર જાવા માટે આ એક માત્ર રસ્તો છે આ રસ્તો કાચો હોવાથી સોમાસા ખુબજ તકલીફ પડે છે તો અમારા નાની માંડવાળી ગામના આ કાચા રસ્તાને પાકો ડામર રોડ બનાવીને ૧.૫ કિલોમીટર દૂર વરલ રોડ સાથે જોડવામાં આવે તેવી ગ્રામજનોએ કરી છે