Umrala
ઉમરાળાના પીપરાળાની પ્રાથમિક શાળાના વીડિયો વાયરલ મામલે કાર્યવાહી કરવાની માંગ
દેવરાજ
શિક્ષકોએ ઓછા માર્ક આપવાની ધમકી આપી વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવડાવી હોવાના વિડિઓ બાદ વિવાદ – ભારતીય વિધાર્થી પરિષદ મેદાને
ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં આચાર્ય સહિતના શિક્ષકો દ્વારા બાળકોને માર્ક ઓછા આપવાની ધાક ધમકીઓ આપી જબરજસ્તી સેનિટેશન સફાઈ, ચા બનાવડાવી, વાસણો સાફ કરાવવા તેમજ શાળા કમ્પાઉન્ડમાં સફાઈ કરાવવા સહિતના વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે સમગ્ર મામલે ભારતીય વિધાર્થી પરિષદ મેદાને આવ્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓ બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલતા હોય છે, ત્યારે ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે આચાર્ય સહિતના શિક્ષકો દ્વારા બાળકોના માર્ક કાપવાની ધમકીઓ આપી સફાઈ સહિતની કામગીરી કરવામાં આવતી હોવાના વીડિયો વાયરલ થયા છે.
શાળામાં વિધાર્થી પાસે શાળા માં બળજબરી સાફસફાઈ કરવામાં આવતી હતી, અને જે વિધાર્થી કામ કરવાની ના પાડે તો માર્ક કાપવાની ધમકી આપવામાં આવતી હતી. આરોપી હોય તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિધાર્થી પરિષદ દ્વારા રજુઆત કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પ્રાથમિક શાળાના વાયરલ વીડિયો પગલે ખળભળાટ મચી ગયો છે