Sihor
દીકરીઓ સવાઇ બની : સિહોરમાં માતાની અર્થીને કાંધ અને અગ્નિદાહ આપ્યા
દેવરાજ
- સિહોરના પંડયા શેરીમાં રહેતા મહિલાનું નિધન બાદ દિકરીઓએ તમામ ફરજો દીકરા બનીને અદા કરી, પુત્રની જેમ જ પુત્રીઓએ ફરજ નિભાવી સમાજમાં સંદેશ આપ્યો, સૌની આખો ભીની
સિહોરમાં મહિલાના નિધન બાદ તેની દીકરીએ કંધોતર બની કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો અને દીકરી પણ દીકરા સમાન હોવાનું ઉદાહરણ આપ્યું હતું. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાને પુત્ર જ અગ્નિદાહ આપે છે, પરંતુ ધીમે-ધીમે હવે દિકરીઓ પણ આગળ આવી રહી છે. ત્યારે સિહોરના બ્રહ્મ સમાજની દિકરીઓએ માતાને અગ્નિદાહ આપ્યો હતો. પુત્ર ન હોવાથી તમામ ક્રિયા પુત્રીઓએ કરી સમાજમાં એક સંદેશ આપ્યો હતો. સિહોરના પંડયા શેરીમાં રહેતા સુમિત્રાબેન હરેશભાઇ ભટ્ટનું આજે નિધન થયું હતું.
તેમના પરિવારમાંમાં પુત્ર ન હતો. બે દિકરી રીનાબેન અને અમૃતાબેન માતા સુમિત્રાબેનની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. હવે દિકરીઓ પણ અગ્નિદાહ માટે આગળ આવી રહી છે. પુત્રની જેમ જ પુત્રીએ ફરજ નિભાવી હતી. જો કે, દુ:ખદ પ્રસંગોમાં મહિલાઓ સ્મશાને જતી નથી, પરંતુ રીનાબેન અને અમૃતાબેન માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા અને અગ્નિદાહ પણ આપ્યો હતો. આમ પુત્ર ન હોવાની માતાની કમીને પુત્રની જેમ જ કરજ અદા કર્યું ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા સ્નેહીજનોની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા