Sihor

દીકરીઓ સવાઇ બની : સિહોરમાં માતાની અર્થીને કાંધ અને અગ્નિદાહ આપ્યા

Published

on

દેવરાજ

  • સિહોરના પંડયા શેરીમાં રહેતા મહિલાનું નિધન બાદ દિકરીઓએ તમામ ફરજો દીકરા બનીને અદા કરી, પુત્રની જેમ જ પુત્રીઓએ ફરજ નિભાવી સમાજમાં સંદેશ આપ્યો, સૌની આખો ભીની
  • Daughters became Sawai: In Sihore, mother's earth was given a shoulder and cremated

સિહોરમાં મહિલાના નિધન બાદ તેની દીકરીએ કંધોતર બની કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો અને દીકરી પણ દીકરા સમાન હોવાનું ઉદાહરણ આપ્યું હતું. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાને પુત્ર જ અગ્નિદાહ આપે છે, પરંતુ ધીમે-ધીમે હવે દિકરીઓ પણ આગળ આવી રહી છે. ત્યારે સિહોરના બ્રહ્મ સમાજની દિકરીઓએ માતાને અગ્નિદાહ આપ્યો હતો. પુત્ર ન હોવાથી તમામ ક્રિયા પુત્રીઓએ કરી સમાજમાં એક સંદેશ આપ્યો હતો. સિહોરના પંડયા શેરીમાં રહેતા સુમિત્રાબેન હરેશભાઇ ભટ્ટનું આજે નિધન થયું હતું.Daughters became Sawai: In Sihore, mother's earth was given a shoulder and cremated

તેમના પરિવારમાંમાં પુત્ર ન હતો. બે દિકરી રીનાબેન અને અમૃતાબેન માતા સુમિત્રાબેનની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. હવે દિકરીઓ પણ અગ્નિદાહ માટે આગળ આવી રહી છે. પુત્રની જેમ જ પુત્રીએ ફરજ નિભાવી હતી. જો કે, દુ:ખદ પ્રસંગોમાં મહિલાઓ સ્મશાને જતી નથી, પરંતુ રીનાબેન અને અમૃતાબેન માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા અને અગ્નિદાહ પણ આપ્યો હતો. આમ પુત્ર ન હોવાની માતાની કમીને પુત્રની જેમ જ કરજ અદા કર્યું ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા સ્નેહીજનોની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા

Trending

Exit mobile version